Home » Headline News » કોન્ટીનેન્ટલ કપઃ અર્પિન્દર સિંઘે બ્રોન્ઝ મેળવી ઈતિહાસ રચ્યો

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

કોન્ટીનેન્ટલ કપઃ અર્પિન્દર સિંઘે બ્રોન્ઝ મેળવી ઈતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારઅર્પિન્દર સિંઘે ચેક રિપબ્લિકમાં ચાલી રહેલા કોન્ટીનેન્ટલ કપમાં ટ્રીપલ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીતીને રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું છે. અર્પિન્દર આ સાથે એથ્લેટિક્સની એલિટ ટુર્નામેન્ટ કોન્ટીનેન્ટલ કપમા મેડલ જીતનારો ભારતનો સૌપ્રથમ એથ્લીટ બની ગયો છે. આઇએએએફની સિઝનની આખરી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારત સાત ખેલાડીઓ ઓસ્ટ્રાવામાં છે અને તેઓ ટીમ એશિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આઇએએએફ કોન્ટીનેન્ટલ કપમાં યોજાયેલી મેન્સ ટ્રિપલ જમ્પની ઈવેન્ટમાં ભારતના અર્પિન્દર સિંઘે ૧૬.૫૯ મીટરના જમ્પ સાથે ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતુ. અમેરિકન ટીમના ડબલ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ ક્રિસ્ટીન ટેલરે ૧૭.૫૯ મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે આફ્રિકાના હ્યુગુઅસ ઝાન્ગોએ ૧૭.૦૨ મીટરના અંતર સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ભારતના મુહમ્મ્દ અનસે ૪૦૦ મીટરની દોડમાં ૪૫.૨૪ સેકન્ડના સમય સાથે નવો નેશનલ રેકોર્ડ સર્જ્યો હતો. જોકે તે મેડલ જીતી શકયો નહતો અને પાંચમા ક્રમે રહ્યો હતો. જ્યારે ભારતની સુધા સિંઘ ૩૦૦૦ મીટરની સ્ટીપલ ચેઝની ઈવેન્ટમાં છેલ્લા સ્થાને રહી હતી. એશિયાડમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય એથ્લીટ પી.યુ. ચિત્રાએ ૧,૫૦૦ મીટરની દોડમાં શાનદાર દેખાવ કરતાં આઠ એથ્લીટ્સની સ્પર્ધામાં ચોથુ સ્થાન મેળવ્યું હતુ.