Home » Sports » Cricket » ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા ભારતે પ્રેક્ટિસ મેચ વધારવી જોઈએ : શાસ્ત્રી

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા ભારતે પ્રેક્ટિસ મેચ વધારવી જોઈએ : શાસ્ત્રી

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી અગાઉ ભારતની પ્રેક્ટિસ મેચોની સંખ્યામાં વધારો કરવો જોઈએ. ઈંગ્લેન્ડ પ્રવાસની ટેસ્ટ સિરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમની નાલેશીભરી હાર બાદ ટીકાકારોનું નિશાન બનેલા રવિ શાસ્ત્રીએ હવે ચાલુ વર્ષના અંત ભાગમાં યોજાનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસની તૈયારી આરંભી દીધી છે. ગાવસ્કર-ગાંગુલી સહિતના ભૂતપૂર્વ ક્રિકેટરોએ કોચ શાસ્ત્રી અને ટીમ ઈન્ડિયાના પર્ફોમન્સની ઉગ્ર શબ્દોમાં ટીકા કરી હતી. જે પછી શાસ્ત્રીએ ચાલુ વર્ષના અંત ભાગમાં યોજાનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ શ્રેણી અગાઉ ટીમ ઈન્ડિયાને એક કરતાં વધુ પ્રેક્ટિસ મેચો રમવા મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે ઓસ્ટ્રેલિયન બોર્ડને વિનંતી કરી હતી.  જોકે પ્રેક્ટિસ મેચોની સંખ્યા વધારવા અંગે ટીમ ઈન્ડિયામાં જ મતભેદ હોવાના અહેવાલો વહેતા થયા છે. કેપ્ટન કોહલી માને છે કે, માત્ર પ્રેક્ટિસ મેચ રમીને જ ટીમ ટેસ્ટ સિરિઝની તૈયારી કરી શકે તેવું જરુરી નથી. મોટાભાગે યજમાન દેશ પ્રેક્ટિસ મેચોમાં હરિફોની સામે તેના સાવ સામાન્ય સ્તરના ખેલાડીઓને ઉતારતું હોય છે, જેના કારણે આવી પ્રેક્ટિસ મેચોને બદલે ટીમને ક્વોલિટી બોલર્સની સામે નેટ પ્રેક્ટિસ કરવા મળે તો પ્રેક્ટિસ મેચ કરતાં સારી તૈયારી થઈ શકે છે. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ડિસેમ્બરમાં ટેસ્ટ સિરિઝમાં ભાગ લેશે. બંને દેશો વચ્ચેની પ્રથમ ટેસ્ટ તારીખ ૬ ડિસેમ્બરથી એડીલેડમાં શરૃ થવાની છે. ભારતે જ્યારે આ અંગે વિનંતી કરી છે, ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, અમને આ અંગે બીસીસીઆઇ તરફથી કોઈ સત્તાવાર સૂચના કે માહિતી મળી નથી. અમે શાસ્ત્રીની વિનંતી પર ખુલ્લા મનથી વિચારીશું અને તે પ્રકારના આયોજનની તૈયારી કરીશું.