Home » Sports » Cricket » પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે દ.આફ્રિકાનો ૬ વિકેટે વિજય

News timeline

Bollywood
4 hours ago

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે

Cricket
4 hours ago

કુલદીપ યાદવની આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ૧૪ ક્રમની છલાંગ

Bollywood
4 hours ago

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું

Headline News
7 hours ago

સિંધુની નજર હોંગકોંગ ઓપન ટાઇટલ પર કેન્દ્રિત

Bollywood
7 hours ago

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે

Bollywood
7 hours ago

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં

Breaking News
9 hours ago

મેક્રો ડેટા તેમજ ક્રૂડના ભાવ બજારને દોરશે

Breaking News
9 hours ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Business
10 hours ago

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર કર્યા

Breaking News
10 hours ago

બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ઇક્વિટી રોકાણમાં ધરખમ વધારો

Gandhinagar
10 hours ago

કોંગ્રેસમાં હોદ્દો મેળવવા કુશ્તી, દિલ્હી સુધી બખેડો

Breaking News
11 hours ago

ફિનિક્સ મિલ્સ 4-5 વર્ષમાં ઓપરેશનલ રિટેલ પોર્ટફોલિયો બમણો કરશે

પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે દ.આફ્રિકાનો ૬ વિકેટે વિજય

પર્થ : રવિવારે રમાયેલી પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાએ જોરદાર પ્રદર્શન કરીને યજમાન ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટે પરાસ્ત કર્યુ હતુ.ં દક્ષિણ આફ્રિકન બોલરોની ઘાતક બોલિંગના પ્રતાપે ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૫૨ રનમાં તંબુભેગી થઇ હતી અને તે પછી કિવન્ટોન ડિ કોકના ૪૭ અને રીઝા હેન્ડ્રિકસના ૪૪ રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ૨૯.૨ ઓવરમાં ૪  વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે કરીને મેચ જીતી લીધી હતી. ૭ ઓવરમાં માત્ર ૧૮ રન આપીને બે વિકેટ ઉપાડનારા ડેલ સ્ટેનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

૧૫૩ રનના લક્ષ્યાંક સામે ડિ કોક અને હેન્ડ્રિકસે મળીને પ્રથમ વિકેટની ભાગીદારીમાં ૯૪ રન જોડીને આ લક્ષ્યાંકને સરળ બનાવી દીધો હતો. આ બંને આઉટ થયા તે પછી એડન માર્કરમે ૩૬ કર્યા હતા, જ્યારે હેનરિક કલાસેન ૨ રન બનાવી આઉટ થયો હતો. જો કે તે છતાં દક્ષિણ આફ્રિકાને વિજય મેળવતા ઓસ્ટ્રેલિયનો રોકી શકયા નહોતા. ઓસ્ટ્રેલિયા વતી માર્કસ સ્ટોઇનીસે ૩ વિકેટ ઉપાડી હતી. જો કે લક્ષ્યાંક નાનો હોવાથી એ પ્રદર્શન પુરતું રહ્યું નહોતું. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કર્યો હતો, જો કે ડેલ સ્ટેનની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકન બોલરોએ તેમને સતત બેકફૂટ પર રાખ્યા હતા અને પરિણામે ૩૮.૧ ઓવરમાં તેમની ટીમ ૧૫૨ રને ઓલઆઉટ થઇ હતી.

ઓસ્ટ્રેલિયા વતી નાથન કલ્ટરનાઇલે સર્વાધિક ૩૪ રન બનાવ્યા હતા. જ્યારે એલેકસ કેરીએ ૩૩ રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ફેલુકવાયોએ ૩ જ્યારે ડેલ સ્ટેન, લુંગી એન્ગીડી અને ઇમરાન તાહિરે બે-બે વિકેટ ઉપાડી હતી. સિરીઝની બીજી મેચ ૯ નવેમ્બરે એડિલેડમાં રમાશે.