Home » Sports » Cricket » ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ૩૨૧ રનનો વિજય લક્ષ્યાંક

News timeline

Ahmedabad
60 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ૩૨૧ રનનો વિજય લક્ષ્યાંક

સિલહટ : ઝિમ્બાબ્વેના બાંગ્લાદેશ પ્રવાસની અહીં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં તઇઝુલ ઇસ્લામની ફરી એકવાર જોરદાર બોલિંગના  કારણે ઝિમ્બાબ્વેની બીજી ઇનિંગ ૧૮૧ રને સમેટાઇ જતા તેમણે પ્રથમ ઇનિંગમાં મેળવેલી સરસાઇને પગલે બાંગ્લાદેશ સામે ૩૨૧ રનનો વિજય લક્ષ્યાંક મુકાયો હતો. જેના જવાબમાં મંગળવારે ત્રીજા દિવસની રમત પુરી થઇ તે સમયે બાંગ્લાદેશે વિના વિકેટે ૨૬ રન બનાવ્યા છે. રમત બંધ રહી ત્યારે લિટન દાસ ૧૪ અને ઇમરુલ કેયસ ૧૨ રને રમતમાં હતા. આ પહેલા ઝિમ્બાબ્વેની બીજી ઇનિંગમાં પણ તઇઝુલ ભારે પડ્યો હતો.

પ્રથમ ઇનિંગમાં ૬ વિકેટ ઉપાડનારા તઇઝુલે ઝિમ્બાબ્વેની બીજી ઇનિંગમાં પણ પાંચ વિકેટ ઉપાડી હતી. તેના આ પ્રદર્શનને કારણે ઝિમ્બાબ્વેની ટીમ બીજી ઇનિંગમાં ૧૮૧ રને તંબુભેગી થઇ હતી. કેપ્ટન હેમિલ્ટન મસ્કાદ્ઝા  સૌથી વધુ ૪૮ રન બનાવ્યા હતા. જ્યારે બ્રેન્ડન ટેલર ૨૪ અને સીન વિલિયમ્સે ૨૦ રન કર્યા હતા. એક સમયે ઝિમ્બાબ્વેની ટીમ ૩ વિકેટે ૧૦૧ રને મજબૂત જણાતી હતી પણ તે પછી ૧૨૧ પર તેમની ચોથી વિકેટનું પતન થયું અને ત્યારબાદ ટીમ લાંબુ ખેંચી શકી નહોતી. તઇઝુલ ઇસ્લામે બંને ઇનિંગ મળીને કુલ ૧૧ વિકેટ ઉપાડી છે.

ટુંકમાં સ્કોર : ઝિમ્બાબ્વે પ્રથમ ઇનિંગ ૨૮૨ (સીન વિલિયમ્સ ૮૮, પીટર મૂર ૬૩, તઇઝુલ ઇસ્લામ ૧૦૮/૬), બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગ ૧૪૩ (અરીફુલ હક ૪૧, ટેન્ડઇ ચતારા ૧૯/૩), ઝિમ્બાબ્વે બીજી ઇનિંગ ૧૮૧ ( હેમિલ્ટન મસ્કાદ્ઝા ૪૮, તઇઝુલ ઇસ્લામ ૬૨/૫)