Home » Sports » Cricket » ત્રીજી વન ડેમાં શ્રીલંકા પર ન્યૂઝિલેન્ડનો ભવ્ય વિજય

News timeline

Bhuj
7 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
11 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

ત્રીજી વન ડેમાં શ્રીલંકા પર ન્યૂઝિલેન્ડનો ભવ્ય વિજય

નેલ્શન : નેલ્શન ખાતે આજે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે શ્રીલંકા ઉપર શાનદાર જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે ૩૬૪ રન બનાવ્યા હતા જેમાં ટેલરે ૧૩૧ બોલમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૧૩૭ રન કર્યા હતા જ્યારે નિકોલસે ૧૨૪ રન કર્યા હતા. આ મેચમાં પણ ન્યુઝીલેન્ડના બેટ્સમેનો છવાયેલા રહ્યા હતા. શ્રીલંકાના બેટ્સમેનો ટાર્ગેટને પીછો કરવામાં ફરી નિષ્ફળ રહ્યા હતા અને સમગ્ર ટીમ ૨૪૯ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડે ત્રણ મેચોની શ્રેણી ૩-૦થી જીતી લીધ હતી. મેન ઓફ દ મેચ તરીકે રોસ ટેલરની પસંદગી કરવામાં આવી હતી. શ્રીલંકાએ આજે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ નિર્ણય આત્મઘાતી પુરવાર થયો હતો. અગાઉ માઉન્ટ ખાતે પાંચમી જાન્યુઆરીના દિવસે રમાયેલી બીજી ડે નાઈટ વન ડે મેચમાં ન્યૂઝિલેન્ડે શ્રીલંકા ઉપર ૨૧ રનથી જીત મેળવી હતી. આની સાથે જ શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી મુનરોએ ૮૭ અને ટેલરે ૯૦ રન ફટકાર્યા હતા. નિસામે નિર્ણાયક તબક્કામાં ઝંઝાવતી બેટીંગ કરીને ૬૪ રન કર્યા હતા. ન્યૂઝિલેન્ડે નિર્ધારીત ૫૦ ઓવરમાં સાત વિકેટે ૩૧૯ રન કર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ લડાયક બેટીંગ કરીને ૨૯૮ રન બનાવી શકી હતી. જોકે તેની ૨૧ રને હાર થઈ હતી. તે પહેલા ન્યુઝીલેન્ડે શ્રીલંકા ઉપર ૪૫ રને જીત મેળવી હતી. પ્રથમ વન ડે મેચમાં ન્યુઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ર્માિટન ગુપ્ટિલે ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ઝંઝાવતી ૧૩૮ રન ફટકાર્યા હતા જ્યારે વિલિયમસને ૭૬ અને ટેલરે ૩૭ બોલમાં ૫૪ રન ફટકાર્યા હતા. વનડે પહેલા ટેસ્ટ શ્રેણીમાં પણ ન્યુઝીલેન્ડે ચર્ચા જગાવી હતી.