Home » Sports » Cricket » આઇપીએલ ભારતમાં જ રમાશે ૨૩ માર્ચથી શરૃ કરવાનો પ્રસ્તાવ

News timeline

India
29 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
52 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
57 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

આઇપીએલ ભારતમાં જ રમાશે ૨૩ માર્ચથી શરૃ કરવાનો પ્રસ્તાવ

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીને કારણે વિશ્વની સૌથી ધનિક લીગ ગણાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૨મી એડિશનની યજમાની વિદેશમાં થવા બાબતે જે અટકળો ચાલી રહી હતી તેને મંગળવારે વિરામ લાગી ગયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી વહીવટદારોની સમિતિ (સીઓએ)એ નિર્ણય કર્યો છે કે આઇપીએલ ૨૦૧૯ ભારતમાં જ રમાશે અને પહેલા કરતાં થોડી વહેલી ૨૩મી માર્ચથી તેને શરૃ કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. સીઓએની દેશના પાટનગરમાં મળેલી એક બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આઇપીએલ ૨૦૧૯ના યજમાન શહેર અને વિન્ડો બાબતે સંબંધિત કેન્દ્રિય અને રાજ્ય એજન્સીઓ સાથે ચર્ચા પછી આ નિર્ણય લેવાયો હતો. બીસીસીઆઇ દ્વારા બહાર પડાયેલા એક નિવેદન અનુસાર આઇપીએલની ૧૨મી એડિશન શરુ થવાની તારીખ માટે ૨૩ માર્ચ ૨૦૧૯મનો પ્રસ્તાવ મુકાયો છે. જો કે સમગ્ર શિડ્યુલ સંબંધિત અધિકારીઓ સાથે સલાહ પછી ફાઇનલ કરવામાં આવશે. આઇપીએલ ૨૦૧૯નું સમગ્ર શિડ્યુલ જાહેર કરવા પહેલા સીઓએ સ્ટેક હોલ્ડર્સ સાથે પણ ચર્ચા કરશે. એ ઉલ્લેખનીય છે કે આ પહેલા આઇપીએલ બે વાર ભારત બહાર આયોજિત થઇ ચુકી છે. પહેલા ૨૦૦૯માં તેને દક્ષિણ આફ્રિકાની યજમાનીમાં આયોજિત કરવામાં આવી હતી જ્યારે તે પછી ૨૦૧૪માં આશિંક રીતે તેનું આયોજન યુએઇમાં કરવામાં આવ્યું હતું. આઇપીએલ સામાન્યપણે એપ્રિલના પહેલા અઠવાડિયામાં શરૃ થઇને મેના અંતિમ અઠવાડિયા સુધી ચાલતી હતી. જો કે આ વખતે એવું થવાની સંભાવના નથી.