Home » Sports » Cricket » આઈસીસી રેન્કિંગ : પૂજારા ટોપ થ્રીમાં, પંતની લાંબી છલાંગ

News timeline

India
13 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
36 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
41 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

આઈસીસી રેન્કિંગ : પૂજારા ટોપ થ્રીમાં, પંતની લાંબી છલાંગ

દુબઇઃ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં જોરદાર બેટિંગ પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયા માટે રન મશીન સાબિત થયેલો ચેતેશ્વર પુજારા આઇસીસી દ્વારા મંગળવારે જાહેર થયેલા નવા રેન્કિંગમા ટોપ થ્રી બેટ્સમેનમાં સામેલ થયો છે, જ્યારે ભારતીય યુવા વિકેટકીપર ઋષભ પંતે ૨૧ ક્રમની જોરદાર છલાંગ લગાવીને બેટ્સમેન રેન્કિંગમાં ૧૭મા સ્થાને પહોંચીને ભારતીય વિકેટકીપર તરીકે ફારુક એન્જિનિયરના ૧૯૭૩ના પાછલા રેકોર્ડની બરોબરી કરી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ૯૨૨ પોઇન્ટ સાથે ટોચના ક્રમે તેમજ ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન ૮૯૭ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની સિરીઝમાં સર્વાધિક ૫૨૧ રન બનાવનાર પૂજારા ૮૮૧ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ભારતના અન્ય બેટ્સમેનોમાં રવિન્દ્ર જાડેજા ૬ ક્રમ ઉપર ચઢીને ૫૭માં તો મયંક અગ્રવાલ પાંચ ક્રમ ઉપર ચઢીને ૬૨માં ક્રમે છે. જો કે અજિંકેય રહાણે ત્રણ ક્રમ નીચે ઉતરીને ૨૨મા ક્રમે પહોંચી ગયો છે. જાડેજા બોલર્સ અને ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં એક-એક ક્રમ ઉપર ચઢીને અનુક્રમે પાંચમા અને બીજા સ્થાને પહોંચ્યો છે. બોલર્સ રેન્કિંગમાં કુલદીપ યાદવ ૭ ક્રમ ઉપર ચઢીને પોતાની કેરિયર બેસ્ટ ૪૫મી રેન્કિંગ પર પહોંચ્યો છે. બુમરાહ ૧૬મા ક્રમે યથાવત રહ્રયો છે, જ્યારે શમી એક ક્રમ ઉપર ચઢીને ૨૨માં ક્રમે છે, અશ્વિનને ઇજાગ્રસ્ત થવાને કારણે નુકસાન થતાં તે ૯માં ક્રમે સરકી ગયો છે. ટીમ રેન્કિંગમાં કોઇ ફેરફાર થયો નથી અને ટીમ ઇન્ડિયા ૧૧૬ પોઇન્ટ સાથે પહેલા ક્રમે છે જ્યારે ઓસ્ટ્રેલિયા એક પોઇન્ટના નુકસાન સાથે ૧૦૧ પોઇન્ટ સાથે પાંચમા ક્રમે યથાવત છે.