કોલાકાતા : વિદેશની ધરતી પર પોતાનો વિજય રથ દોડાવી રહેલી ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને વનડે સિરીઝમાં વિજય મેળવ્યા પછી હવે ન્યુઝીલેન્ડ સામેની પાંચ વનડેની સિરીઝમાં ૪-૧થી વિજય મેળવ્યો છે. ટીમ ઇન્ડિયાના આ વિજય પછી ખુશીથી ગદગદ થયેલા માજી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે હાલની ભારતીય ટીમને વિશ્વના કોઇપણ સ્થળે કોઇપણ વિકેટ પર જીતવાનો દમ ધરાવતી હોવાનું જણાવ્યું હતું. સચિને સાથે જ મે ૨૦૧૯થી ઇંગ્લેન્ડમાં શરૃ થઇ રહેલા વર્લ્ડકપ માટે પણ ટીમ ઇન્ડિયાને વિજયની પ્રબળ દાવેદાર ગણાવી હતી. છેલ્લા એક વર્ષમાં વિરાટની આગેવાની હેઠળની ભારતીય ટીમે વનડેમાં દક્ષિણ આફ્રિકામાં ૫-૧, ઓસ્ટ્રેલિયામાં ૨-૧ તેમજ ન્યુઝીલેન્ડમાં ૪-૧થી વિજય મેળવ્યો છે. આ દરમિયાન એકમાત્ર ઇંગ્લેન્ડ સામે સિરીઝ ગુમાવી છે.
We are Social