Home » Sports » Cricket » બીજી ટ્વેન્ટી મેચમાં ભારતની ન્યુઝીલેન્ડ પર સાત વિકેટે જીત

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

બીજી ટ્વેન્ટી મેચમાં ભારતની ન્યુઝીલેન્ડ પર સાત વિકેટે જીત

ઓકલેન્ડ : ઓકલેન્ડ ખાતે આજે રમાયેલી બીજી ટ્વેન્ટી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કરીને ન્યુઝીલેન્ડ ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. આની સાથે જ ટ્વેન્ટી શ્રેણીને જીવંત રાખવામાં સફળતા મેળવી હતી. પ્રથમ ટ્વેન્ટી મેચમાં જંગી જુમલો ખડકનાર ન્યુઝીલેન્ડની ટીમ આજે કોઇ જંગી જુમલો ખડકવામાં સફળ રહી ન હતી. ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ આઠ વિકેટે ૧૫૮ રન કર્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ગ્રાન્ડહોમે સૌથી વધુ ૨૮ બોલમાં ૫૦ રન કર્યા હતા જ્યારે ટેલરે ૩૬ બોલમાં ૪૨ રન કર્યા હતા. ટોપ ઓર્ડરના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. મુનરો ૧૨ રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન વિલિયમસન ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો અને ઝડપી રન બનાવવાના ચક્કરમાં તે ૨૦ રન કરીને આઉટ થયો હતો. ભારત તરફથી કૃણાલ પંડયાએ ૨૮ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બાકીના બોલરોમાં અહેમદ બે વિકેટ ઝડપી હતી. જીતવા માટેના ૧૫૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે જોરદાર બેટિંગ કરી હતી. રોહિત શર્મા ૨૯ બોલમાં ૫૦ રન કરીને આઉટ થયો હતો જેમાં ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. શિખર ધવન ૩૦ રન કરીને આઉટ થયો હતો જ્યારે પંત ૨૮ બોલમાં ૪૦ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ધોની ૨૦ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. આની સાથે જ ભારતે આ મેચ જીતી લીધી હતી. વેલિંગ્ટન ખાતે અગાઉ રમાયેલી પ્રથમ ટ્વેન્ટી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ભારતને ૮૦ રને કારમી હાર આપીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ન્યુઝીલેન્ડે ટ્વેન્ટી ક્રિકેટમાં જોરદાર શરૃઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જંગી જુમલો ખડક્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે નિર્ધારિત ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૧૯ રન ખડક્યા હતા. જીતવા માટેના ૨૨૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ માત્ર ૧૩૯ રન કરીને કંગાળ રીતે હારી ગઈ હતી. તે પહેલા પાંચમી અને અંતિમ વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ ઉપર સરળ જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન કર્યા હતા જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૨૫૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૪૪.૧ ઓવરમાં ૨૧૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી આ મેચની સાથે જ ભારતે પાંચ મેચોની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે રાયડુની પસંદગી કરવામાં આવી હતી જ્યારે મેન ઓફ દ સિરિઝ તરીકે સામીની પસંદગી કરાઈ હતી. અગાઉ હેમિલ્ટન ખાતે રમાયેલી  ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. તે પહેલા માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૃરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૦૯માં પોતાના નામ ઉપર શ્રેણી કરી હતી. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડ શ્રેણી જીતી હતી.૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી. વિદેશી મેદાન ઉપર ભારતીય ટીમે સતત બીજી વનડે શ્રેણી જીતી છે. યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જોરદાર જીત મેળવી હતી. ભારતીય ટીમનો આજે તમામ ક્ષેત્રોમાં જોરદાર દેખાવ રહ્યો હતો. ખાસ કરીને બેટિંગ અને બોલિંગમાં જોરદાર દેખાવ રહ્યો હતો. પ્રથમ ટ્વેન્ટી મેચમાં ભારતીય બોલરો ફ્લોપ રહ્યા હતા પરંતુ આજની મેચમાં ભારતીય બોલરોએ લાઈન અને લેન્થ જાળવી રાખીને આક્રમક બોલિંગ કરી હતી જેના પરિણામ પણ મળ્યા હતા.