Home » Sports » Cricket » રોહિત શર્માના ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં હવે સૌથી વધુ રન

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

રોહિત શર્માના ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં હવે સૌથી વધુ રન

ઓકલેન્ડ : ઓકલેન્ડના મેદાન પર આજે રમાયેલી બીજી ટ્વેન્ટી-૨૦ ેમેચમાં રોહિત શર્માએ આજે પોતાની યશકગલીમાં વધુ એક મોરપીછું ઉમેર્યું હતું. રોહિત શર્મા ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો હતો. ન્યુઝીલેન્ડના ગુપ્ટિલને પાછળ છોડવામાં તે સફળ રહ્યો હતો. ગુપ્ટિલ હજુ સુધી પ્રથમ સ્થાન ઉપર હતો. પાકિસ્તાનના ઓલરાઉન્ડર શોએબ મલિકના ૨૨૬૩ રન છે. રોહિત શર્માને આજે ગુપ્ટિલથી આગળ નિકળવા માટે ૩૫ રનની જરૃર હતી. મલિકની વાત કરવામાં આવે તો ૧૧ મેચોમાં મલિકે ૩૧ રનની સરેરાશ સાથે ૨૨૬૩ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ આ મેચમાં ૫૦ રનની ઇનિંગ્સ રમી હતી. ટ્વેન્ટી ક્રિકેટમાં તેની ૧૬મી અડધી સદી હતી. રોહિત શર્માના નામ ઉપર હવે ૨૨૮૮ રન થઇ ગયા છે. રોહિત શર્માએ ૯૨મી મેચ રમતા આ સિદ્ધિ હાસલ કરી હતી. ગુપ્ટિલ હાલમાં ઇજાગ્રસ્ત હોવાના કારણે રમી શક્યો નથી. તે સમગ્ર શ્રેણીમાં રમી રહ્યો નથી. ગુપ્ટિલે ન્યુઝીલેન્ડ તરફથી ૭૬ મેચોમાં ૩૩.૯૧ રનની સરેરાશ સાથે રન બનાવ્યા છે જેમાં બે સદી અને ૧૪ અડધી સદીનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી અને મેક્કુલમ પણ ૨૦૦૦થી વધુ રન બનાવી ચુક્યા છે. ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી છે. કોહલીએ ૬૫ મેચોમાં ૨૬૭ રન કર્યા છે. કોહલીની બેટિંગ સરેરાશ ૪૯ રનથી વધુની રહી છે. આની સાથેે જ રોહિત શર્માએ વધુ એક સિદ્ધિ હાસલ કરી હતી. તે ટ્વેન્ટી ક્રિકેટમાં ૧૦૦ છગ્ગા ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં પ જોડાઈ ગયો છે. આ યાદીમાં ક્રિસ ગેઇલ અને ર્માિટન ગુપ્ટિલ સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. બંનેએ ટ્વેન્ટી ક્રિકેટમાં ૧૦૩ છગ્ગા ફટકાર્યા છે. વર્તમાન શ્રેણીમાં જ રોહિત શર્મા સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકોર્ડને પણ તોડી શકે છે. કારણ કે આ રેકોર્ડ પ પોતાના નામ ઉપર કરવા રોહિત શર્માને માત્ર ચાર છગ્ગાની જરૃર છે અને આ સિદ્ધિ તે આગામી મેચમાં હાસલ કરી લે તેવી શક્યતા છે. રોહિત શર્મા વનડે અને ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ આદર્શ બેટસમેન તરીકે ઉભર્યો છે. ે આઉટ થઇ ગઇ હતી આ મેચની સાથે જ ભારતે પાંચ મેચોની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે રાયડુની પસંદગી કરવામાં આવી હતી જ્યારે મેન ઓફ દ સિરિઝ તરીકે સામીની પસંદગી કરાઈ હતી. અગાઉ હેમિલ્ટન ખાતે રમાયેલી  ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. તે પહેલા માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૃરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી.