Home » Headline News » સાયનાએ પોતાના બર્થ ડે પર સુકમાના શહીદોને સહાય કરી

News timeline

Gujarat
4 hours ago

ફ્રેન્ચ ઓપન : અપસેટ ના થાય તો નડાલ અને યોકોવિચ સેમિફાઈનલમાં ટકરાશે

Entertainment
4 hours ago

ડીકેપ્રીઓના ગર્લફ્રેન્ડ નીના સાથે સંબંધો અંતે તૂટી ગયા

Bhavnagar
6 hours ago

ભાવનગરમાં જાલીનોટ છાપવાની ફેકટરી ઝડપાઈ

Entertainment
6 hours ago

નામકરણમાં રીમાની જગ્યા પર હવે રાગીણી શાહ

Cricket
7 hours ago

ફ્રેન્ચ ઓપન : ફેડરર સહિત ઘણા સ્ટાર ખેલાડી નહીં રમે

Bollywood
8 hours ago

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

Canada
9 hours ago

ઘોડાગાડી પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં ૩૪૦૦૦ સહી સાથે કયુબેકે પીટીશન દાખલ કરી

World
9 hours ago

જર્મનીના પ્રખ્યાત બીયર ફેસ્ટિવલ માટે સાત કિલોમીટર લાંબી પાઈપલાઈન નંખાઈ

India
9 hours ago

સેનાને મળી મોટી સફળતા, બુરહાન બાદ હિજબુલ મુજાહિદ્દીનની કમાન સંભાળતો સબજાર ઠાર મરાયો

Bangalore
9 hours ago

ઝારખંડમાં ૧૦૦ માઓવાદીઓેનો રેલવે સ્ટેશન પર હુમલો : આગ ચાંપી ભાગી ગયા

Ahmedabad
9 hours ago

હું કોંગ્રેસમાં જ છું ક્યાંય જવાનો નથી- શંકરસિંહ વાઘેલા

Entertainment
10 hours ago

મોની રાય અક્ષય સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર

સાયનાએ પોતાના બર્થ ડે પર સુકમાના શહીદોને સહાય કરી

હૈદરાબાદ : ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે તેના ૨૭માં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. તાજેતરમાં છત્તીસગઢમાં થયેલા એક એન્કાઉન્ટરમાં સીઆરપીએફના ૧૨ જવાનો શહીદ થયા હતા. સાયનાએ તેના જન્મદિવસે પ્રત્યેક શહિદના પરિવારજનોને રૃપિયા ૫૦-૫૦ લાખની સહાય કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. બેઇજિંગ ઓલિમ્પિક ૨૦૦૮માં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય બેડમિંટન સ્ટારે કુલ ૬ લાખ રૃપિયા શહિદોના પરિવારને આપ્યા હતા.

સાયનાની આ પ્રકારની બર્થડે ઉજવણી ભારતના કરોડો કમાતા ક્રિકેટરો માટે અનુકરણીય પગલું સાબિત થઈ શકે છે. દેશ માટે રમતાં હોવાની વારંવાર જાહેરાત કરતા અને કરોડો કમાતા ક્રિકેટરો મોટાભાગે ઠાલા શબ્દો થકી કે પછી સોશિયલ મીડિયા પર બે-ચાર શબ્દો લખીને-તસવીરો અપલોડ કરીને કરતાં હોય છે.

ભારતીય સ્પોર્ટસ પર્સન્સની કમાણીની યાદીમાં કયાંય પાછળ રહેલી સાયનાએ શ્રેષ્ઠ ખેલાડી ઉપરાંત શ્રેષ્ઠ નાગરિક હોવાનો પુરાવો આપતાં કહ્યું હતુ કે, આપણે સલામત રહીએ તે માટે પોતાનો જાન જોખમમાં મૂકનારા સૈનિકોને હું સલામ કરૃ છું.

છત્તીસગઢમાં તાજેતરમાં થયેલા હૂમલામાં અવસાન પામેલા શહીદોને તો હું પાછા લાવી શકું તેમ નથી, પણ મેં મારી કમાણીમાંથી છ લાખ રૃપિયા તેમના પરિવારો માટે ફાળવીને તેમને શ્રદ્ધાંજલી આપવાનો પ્રયાસ કર્યો છે.