Home » Sports » Cricket » ૧૦૦મી ટેસ્ટમાં શ્રીલંકાને પરાજય આપી બાંગ્લાદેશે ઇતિહાસ સર્જ્યો

News timeline

World
37 mins ago

બેંગકોક મિલિટરી હોસ્પિટલમાં બોંબ વિસ્ફોટ : ૨૦ ઘાયલ

World
38 mins ago

ભારત આતંક પીડિત દેશ છે, પાક. આતંકીઓને શરણ આપવાનું બંધ કરે : ટ્રમ્પ

World
2 hours ago

ઈઝરાયેલ ભારતીય નૌકાદળને ટૂંક સમયમાં હાઇટેક ડિફેન્સ સિસ્ટમ આપશે

India
2 hours ago

ભારતે સ્વદેશી શસ્ત્રો સાથે જ આગામી યુધ્ધ લડવું જોઇએ : જનરલ રાવત

Gujarat
3 hours ago

રાજકોટમાં ૧૧ ભાગીદારોનું કારસ્તાન – દેના બેંક સાથે ૬૦.૧૯ કરોડનું કૌભાંડ

India
3 hours ago

મુંબઇ એરપોર્ટથી ભુવનેશ્વર જતા વિમાનનું ઇર્મજન્સી લેન્ડિંગ કરવું પડયું

World
5 hours ago

અફગાનિસ્તાનમાં આર્મી કેમ્પ ઉપર આતંકવાદી હૂમલોઃ 10 જવાનોના મોત

Bangalore
5 hours ago

RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને ઉમરકેદની સજા

Bollywood
5 hours ago

ઉર્મિલાનો નવી ફિલ્મમાં ચંપાનો રોલ કરશે

Delhi
5 hours ago

સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાની બીજી કડક કાર્યવાહી, LOC પર પાક સેનાની ચોકીઓ ઉડાવી

Gujarat
5 hours ago

જૂનાગઢમાં રર૦ કિલોની મહિલાનું ઓપરેશન, ચાર લિટર રસી કાઢી

Canada
6 hours ago

કેનેડામાં ર૦૧૯ની ચૂંટણી માટે પદ્ધતિઓની ચકાસણી કરી રહેલું જાસુસીતંત્ર

૧૦૦મી ટેસ્ટમાં શ્રીલંકાને પરાજય આપી બાંગ્લાદેશે ઇતિહાસ સર્જ્યો

કોલંબો: પોતાની ૧૦૦મી ટેસ્ટ રમતા બાંગ્લાદેશે શ્રીલંકાને બીજી ટેસ્ટ મેચમાં ચાર વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે જ બાંગ્લાદેશે બે ટેસ્ટ મેચની શ્રેણી ૧-૧થી ડ્રો કરી હતી. પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાનો ૨૫૯ રને વિજય થયો હતો. આ મેચમાં ૪૯ અને ૮૨ રનની યાદગાર ઇનિંગ્સ રમનાર બાંગ્લાદેશનાં તમિમ ઇકબાલને મેન ઓફ ધ મેચ અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને પ્લેયર એફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

ગઇકાલના આઠ વિકેટે ૨૬૮ રનનાં સ્કોરથી શ્રીલંકાએ પોતાનો દાવ આગળ વધાર્યો હતો. દિલરૂવાન પરેરાએ પોતાની ચોથી અર્ધ સદી પૂરી કરી હતી. શ્રીલંકાની ટીમ ૩૧૯ રને ઓલઆઉટ થઇ ગઇ હતી અને આ સાથે જ બાંગ્લાદેશને ૧૯૧ રનનો લક્ષ્ય મળ્યો હતો. બાંગ્લાદેશ તરફથી શાકિબ ચાર અને મુસ્તફિઝુર ત્રણ વિકેટ ઝડપી સૌથી સફળ બોલર રહ્યાં હતાં.

૧૯૧ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી બાંગ્લાદેશે ૨૨ રન સુધીમાં બે વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ બેટિંગમાં આવેલા શબ્બીર રહમાને ઓપનિંગ બેટ્સમેન તમિમ ઇકબાલ સાથે મળીને ૧૦૯ રનની ભાગીદારી નોંધાવી હતી. તમિમ ૮૨, શબ્બીર ૪૧ અને શાકિબ અલ હસન ૧૫ રન બનાવી સ્પિનર દિલરૂવાન પરેરાનાં શિકાર થયા હતાં. શાકિબ જ્યારે આઉટ થયો ત્યારે બાંગ્લાદેશને મેચ જીતવા માટે વધુ ૨૯ રનની જરૂર હતી. કેપ્ટન મુશફીકુર રહિમે પોતાની પ્રથમ ટેસ્ટમેચ રમી રહેલા હોસેન સાથે છઠ્ઠી વિકેટ માટે ૨૭ રન જોડયાં હતાં. હોસેન ૧૩ રન બનાવી સ્પિનર હેરાથનો ત્રીજો શિકાર બન્યો હતો. પરંતુ ત્યારે બાંગ્લાદેશને આ ઐતિહાસિક મેચ જીતવા માટે ફક્ત બે રનની જ જરૂર હતી અને મહેંદી હસને હેરાથની ઓવરમાં બે રન લઇ બાંગ્લાદેશને ચાર વિકેટે મેચ જીતાડી દીધી હતી.