Home » Sports » Cricket » બીજી ટેસ્ટ : ન્યુઝીલેન્ડ પર આફ્રિકાની આઠ વિકેટ જીત

News timeline

Gujarat
4 hours ago

ફ્રેન્ચ ઓપન : અપસેટ ના થાય તો નડાલ અને યોકોવિચ સેમિફાઈનલમાં ટકરાશે

Entertainment
4 hours ago

ડીકેપ્રીઓના ગર્લફ્રેન્ડ નીના સાથે સંબંધો અંતે તૂટી ગયા

Bhavnagar
6 hours ago

ભાવનગરમાં જાલીનોટ છાપવાની ફેકટરી ઝડપાઈ

Entertainment
6 hours ago

નામકરણમાં રીમાની જગ્યા પર હવે રાગીણી શાહ

Cricket
7 hours ago

ફ્રેન્ચ ઓપન : ફેડરર સહિત ઘણા સ્ટાર ખેલાડી નહીં રમે

Bollywood
8 hours ago

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

Canada
9 hours ago

ઘોડાગાડી પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં ૩૪૦૦૦ સહી સાથે કયુબેકે પીટીશન દાખલ કરી

World
9 hours ago

જર્મનીના પ્રખ્યાત બીયર ફેસ્ટિવલ માટે સાત કિલોમીટર લાંબી પાઈપલાઈન નંખાઈ

India
9 hours ago

સેનાને મળી મોટી સફળતા, બુરહાન બાદ હિજબુલ મુજાહિદ્દીનની કમાન સંભાળતો સબજાર ઠાર મરાયો

Bangalore
9 hours ago

ઝારખંડમાં ૧૦૦ માઓવાદીઓેનો રેલવે સ્ટેશન પર હુમલો : આગ ચાંપી ભાગી ગયા

Ahmedabad
9 hours ago

હું કોંગ્રેસમાં જ છું ક્યાંય જવાનો નથી- શંકરસિંહ વાઘેલા

Entertainment
10 hours ago

મોની રાય અક્ષય સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર

બીજી ટેસ્ટ : ન્યુઝીલેન્ડ પર આફ્રિકાની આઠ વિકેટ જીત

વેલિગ્ટન : વેલિગ્ટનના બેસીન રિઝર્વપાર્ક  ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પ્રવાસી દક્ષિણ આફ્રિકાએ આજે યજમાન ન્યુઝીલેન્ડ પર આઠ વિકેટ જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ મેચોની શ્રેણીમાં એક શુન્યની લીડ મેળવી હતી. આફ્રિકાની ટીમ ન્યુઝીલેન્ડના પ્રથમ દાવમાં ૨૬૮ રનના જવાબમાં ૩૫૯ રન કરીને આઉટ થઇ હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ આજે મહારાજના તરખાટની સામે માત્ર ૧૭૧ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડ તરફથી બીજા દાવમાં રાવલે ૮૦ રન કર્યા હતા. મહારાજે કેરિયરમાં શ્રેષ્ઠ દેખાવ કરીને ૪૦ રનમાં છ વિકેટ ઝડપી હતી. જીતવા માટેના ૮૧ રન પ્રવાસી ટીમે બે વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા. આની સાથે જ આફ્રિકાએ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.મેન ઓફ ધ મેચ તરીકે મહારાજની પસંદગી કરવામાં આવી હતી. મહારાજે પ્રથમ ઇનિગ્સમાં બે વિકેટ ઝડપી હતી.  અત્રે નોંધનિય છે કે ડયુનેડિન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ વરસાદના પરિણામ સ્વરુપે પરિણામ વગર પુરી થઇ ગઇ હતી. તેના પરિણામ સ્વરુર ન્યુઝીલેન્ડના ક્રિકેટ ચાહકોને નિરાશા હાથ લાગી હતી. પ્રછમ ટેસ્ટ મેચમાં બંને ઇનિંગ્સમાં શાનદાર દેખાવ કરનાર આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન એલ્ગરની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. એલ્ગરે પ્રથમ ઇનિંગ્સમાં ૧૪૦ અને બીજી ઇનિંગ્સમાં ૮૯ રન બનાવ્યા હતા.

કેન વિલિયમ્સનને ટેસ્ટ ક્રિકેટમાં પાંચ હજાર રન પુરા કરવા ૬૩ રનની જરૃર હતી  પરંતુ તે પ્રથમ માત્ર બે રન કરીને આઉટ થયો હતો. જ્યારે બીજા દાવમાં એક રન કરીને આઉટ થયો હતો.  સાથે સાથે માર્ટીન ક્રોના ૧૭ સદીના રેકોર્ડની બરોબરી કરવા વિલિયમ્સનને વધુ એક સદીની જરૃર છે. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં હવે આફ્રિકા લીડ ધરાવે છે.