Home » Sports » Cricket » મુંબઈ ઇન્ડિયન્સે લગાવ્યો જીતનો ‘ચોગ્ગો’, ગુજરાતને 6 વિકેટે હરાવ્યું

News timeline

Canada
2 mins ago

કેનેડાના રિઅલ એસ્ટેટ ટાયકુન રોબર્ટ કેમ્પોનું ૯૩ વર્ષે નિધન

Columns
5 mins ago

કોહલી V/s કુંબલે : સ્વમાની કોચની વિદાય

Columns
8 mins ago

ભાજપની ચાણક્યની ચાલ : રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

Astrology
10 mins ago

આપનો આજનો દિવસ

Ahmedabad
20 mins ago

રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ સહિત ૧૯ હજાર પોલીસકર્મીનો બંદોબસ્ત

Delhi
1 hour ago

કેજરીવાલને જબરદસ્ત ઝટકો, ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ મામલે 21 વિધાયકોની અરજી ECએ ફગાવી

Bollywood
1 hour ago

દિયા મિર્જા યુથ પર ડ્રામા ફિલ્મ બનાવવા ઇચ્છુક

World
1 hour ago

પાકિસ્તાનના ક્વેટા અને પારચિનારકમાં ત્રણ બોંબ વિસ્ફોટ ૪૧ના મોત, ૧૨૦ ઘાયલ

World
1 hour ago

લંડનના ટાવરમાં ફ્રિજના કારણે આગ લાગી હોવાનું તારણ

World
1 hour ago

ચીને એનએસજીમાં પ્રવેશની ભારતની દાવેદારીનો ફરીથી વિરોધ કર્યો See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/international-china-again-reiterated-india-s-claim-to-access-to-nsg#sthash.Dzgg3veC.dpuf

Top News
1 hour ago

રશિયાએ યુદ્ધ જહાજ પરથી સીરિયામાં IS ઉપર મિસાઈલ હુમલો કર્યો

India
1 hour ago

વિશ્વના મોંઘા શહેરોમાં મુંબઈને ૫૭મો ક્રમ

મુંબઈ ઇન્ડિયન્સે લગાવ્યો જીતનો ‘ચોગ્ગો’, ગુજરાતને 6 વિકેટે હરાવ્યું

યુવા ખેલાડી નીતીશ રાણાની અર્ધી સદી, પોલાર્ડના ઉપયોગી ૩૯ રન અને રોહિત શર્માની કેપ્ટન ઇનિંગની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત લાયન્સને છ વિકેટે પરાજય આપી આ સિઝનમાં જીતનો ચોગ્ગો ફટકાર્યો હતો. મુંબઈએ પુણે સામેની પ્રથમ મેચમાં પરાજય મેળવ્યા બાદ કોલકાતા, હૈદરાબાદ, બેંગલોર અને ગુજરાતને હરાવ્યું હતું. મુંબઈનો ગુજરાત લાયન્સ સામે આ પ્રથમ વિજય હતો. ગુજરાત લાયન્સે ગત સિઝનના લીગ રાઉન્ડની બંને મેચમાં મુંબઈને પરાજય આપ્યો હતો. ગુજરાત લાયન્સે પ્રથમ બેટિંગ કરતાં બ્રેન્ડન મેક્કુલમના ૬૪ રન અને દિનેશ ર્કાિતકના ૨૬ બોલમાં ૪૮* રનની મદદથી નિર્ધારિત ૨૦ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી ૧૭૬ રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈએ ૧૯.૩ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. ૫૩ રન બનાવનાર નીતીશ રાણાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

૧૭૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી મુંબઈએ પ્રથમ ઓવરના બીજા જ બોલે ર્પાિથવ પટેલની વિકેટ ગુમાવ્યા બાદ ફોર્મમાં રહેલા નીતીશ રાણાએ બટલર સાથે મળી ૮૫ રન જોડયા હતા. રાણાએ આ દરમિયાન અર્ધી સદી પૂર્ણ કરવાની સાથે કુલ ૧૯૩ રન બનાવી ઓરેન્જ કેપ મેળવી હતી. રાણા ૫૩ રન બનાવી આઉટ થયા બાદ બટલર પણ અંગત ૨૬ રને આઉટ થયો હતો. તે પછી આ સિઝનમાં શરૂઆતની ચાર મેચમાં સદંતર ફ્લોપ રહેલા રોહિત શર્માએ કિરોન પોલાર્ડ સાથે મળી ચોથી વિકેટ માટે ૬૮ રન જોડી ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી.

પોલાર્ડ ૩૯ રન બનાવી આઉટ થયા બાદ રોહિત અને હાર્દિક પંડયાએ ટીમને ૧૯.૩ ઓવરમાં જીત અપાવી હતી. રોહિત ૪૦ રન બનાવી જ્યારે હાર્દિક છ રન બનાવી અણનમ રહ્યો હતો. હાર્દિક પંડયા આમ મુંબઈ તરફથી છેલ્લી પાંચ મેચમાં અણનમ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા માટે આ સિઝનની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેણે શરૂઆતની ચાર મેચમાં માત્ર નવ રન બનાવ્યા હતા. તે ત્રીજા નંબરે સતત ફ્લોપ જઈ રહ્યો હતો જેને કારણે આ મેચમાં ચોથા ક્રમાંકે બેટિંગમાં ઉતર્યો હતો અને અણનમ ૪૦ રન બનાવી ફોર્મ પણ મેળવી લીધું હતું.
કિટ બેગ ગુમ થતાં એરોન ફિન્ચ બહાર થયો

ગુજરાત લાયન્સ અને મુંબઈ વચ્ચેની મેચમાં ટોસ દરમિયાન સુરેશ રૈનાએ કહ્યું કે, એરોન ફિન્ચની કિટ ગુમ થઈ ગઈ હોવાથી અંતિમ ઇલેવનમાં સામેલ કરાયો નથી. જેને કારણે મેચમાં પ્રશંસકો પણ ચોંકી ગયા હતા. ફિન્ચ અન્ય સ્પોન્સરના સ્ટીકર વાળા બેટ સાથે બેટિંગ કરી શકે તેમ નહોવાથી પણ મેદાન પર નહોતો ઉતરી શક્યો. ગુજરાતે આ ઉપરાંત જકાતીનાં સ્થાને મુનાફ પટેલને સ્થાન આપ્યું હતું.