Home » Sports » Cricket » કોલકાતા નાઈટરાઈડર્સ સામે દિલ્હી ડેરડેવિલ્સની કસોટી

News timeline

Ahmedabad
6 mins ago

નવા સમિકરણોને લીધે કોંગ્રેસમાં ટિકીટ માટે પડાપડી

Delhi
40 mins ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયના રૂમ નંબર 242માં આગ લાગી

Ahmedabad
1 hour ago

ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ, દાવેદારો મૂંઝવણમાં

Gandhinagar
2 hours ago

-વિધાનસભાની ચૂંટણીમાં વંશવાદ હારશે અને વિકાસવાદ જીતશે- મોદી

Gujarat
3 hours ago

કોંગ્રેસે સિધ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા

India
7 hours ago

લુધિયાનામાં RSS નેતાની ખુલ્લેઆમ હત્યા

Top News
7 hours ago

સ્પેનના જંગલોમાં આગ ફાટી નીકળતા બેના મોત

Top News
7 hours ago

સોમાલિયા બ્લાસ્ટ : મોતનો આંકડો વધી ૩૦૦ થઇ ગયો

Bollywood
11 hours ago

ઇશા બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકેની છાપથી હેરાન નથી

Bollywood
13 hours ago

રિતિક રોશન વાણી કપુરની સાથે રોમાન્સ કરશે

Bollywood
15 hours ago

રેસ-૩ ફિલ્મમાં બોલ્ડ સીન કરવાનો સલમાનનો ઇન્કાર

Bollywood
17 hours ago

અનિલ કપુર અને સોનમ કપુર એકસાથે નજરે પડશે

કોલકાતા નાઈટરાઈડર્સ સામે દિલ્હી ડેરડેવિલ્સની કસોટી

દિલ્હી : દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે જંગ ખેલાનાર છે. કોલકાતા નાઈટ રાઇડર્સ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. જ્યારે દિલ્હી ડેરડેવિલ્સનો દેખાવ પણ શાનદાર રહ્યો છે. એકબાજુ કોલકાતા નાઇટ રાઇડર્સ ચાર મેચો પૈકી ત્રણમાં જીત મેળવી છે અને એકમાં હારનો સામનો કર્યો છે જ્યારે દિલ્હી ડેરડેવિલ્સે ત્રણ મેચો પૈકી બેમાં જીત મેળવી છે અને એકમાં હારનો સામનો કર્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સના છ પોઇન્ટ છે જ્યારે દિલ્હી ડેરડેવિલ્સના ચાર પોઇન્ટ રહેલા છે. દિલ્હીમાં રમાનારી આ મેચના પ્રસારણને લઇને ભારે રોમાંચકતા પ્રવર્તી રહી છે. ઘરઆંગણે દિલ્હીની ટીમ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. બીજી બાજુ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમના તમામ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. સુનિલ નારેન, રોબિન ઉથપ્પા, ગૌત્તમ ગંભીર શાનદાર ફોર્મમાં છે. બીજી બાજુ દિલ્હી ડેરડેવિલ્સમાં પણ યુવા ઉભરતા ખેલાડીઓનો દેખાવ શાનદાર રહ્યો છે. આ મેચને લઇને દિલ્હીની ટીમ ઘરઆંગણે ફેવરિટ દેખાઈ રહી છે. બીજી બાજુ કોલકાતાની ટીમ જીતના સિલસિલાને જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ઈન્ડિયન પ્રિમિયર લીગમાં કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.  મુેબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો પાંચમી એપ્રિલથી શરૃ થઈ હતી. જે હવે ૧૪મી મે વચ્ચે રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમિયર લીગની મેચો પાંચમાં એપ્રિલથી શરૃ થયા બાદથી હજુ સુધી તમામ મેચો ખૂબ જ રોચક રહી છે. આ વખતે હજુ સુધી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝ હૈદરબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબનો દેખાવ શાનદાર રહ્યો છે. બંને ટીમો નીચે મુજબ છે.

દિલ્હી ડેરડેવિલ્સ : ડયુમિની, ડીકોક, બિલિંગ, મોરિશ, બ્રેથવેઇટ, સામી, શાહબાઝ નદીમ, જયંત યાદવ, અમિત મિશ્રા, શ્રેયર અય્યર, ઝહીર ખાન, સંજુ સેમસન, કરુણ નાયર, રીષભ પંથ, સીવી મિલિંદ, સયૈદ ખલીલ, પીયુષ સિંહ, રાબાડા, કમિન્સ, મેથ્યુસ, એન્ડરસન

કોલકાતા નાઇટ રાઇડર્સ : સુનીલ નારેન, રસેલ, સાકીબ અલ હસન, ક્રિસ લિયોન, ગંભીર, કુલદીપસિંહ, મનિષ પાંડે, સૂર્યકુમાર, પીયુષ ચાવલા, રોબીન ઉથપ્પા, ઉમેશ યાદવ, યુસુફ પઠાણ, જેક્શન, અંકિત સિંહ, બોલ્ટ, વોક્સ, કોલ્ટર, પોવેલ, ડેનેર બ્રાવો