Home » Sports » Cricket » સનરાઈઝ હૈદરાબાદ-કિંગ્સ ઇલેવન વચ્ચે રોમાંચક જંગ જામશે

News timeline

Football
29 mins ago

કન્ફડરેશન કપ : જર્મની અને ચીલી વચ્ચેની રોચક મેચ ડ્રો

Headline News
2 hours ago

શ્રીકાંત ઓસ્ટ્રેલિયન સુપર સિરિઝની સેમિ ફાઈનલમાં

Top News
4 hours ago

ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલન થતા 100 જણા દટાયાઃ બચાવકાર્ય ચાલુ

Bollywood
4 hours ago

હિરાનીની દત્ત ફિલ્મ માર્ચ ૨૦૧૮માં રજૂ કરાશે

Delhi
6 hours ago

મોદી અમેરિકા સહિત 3 દેશોના પ્રવાસેઃ ટ્રમ્પ સાથે લેશે વ્હાઈટ હાઉસમાં ડિનર

Football
6 hours ago

મેસી જેલની સજાને બદલે ૫.૫૮ લાખ ડોલર ચૂકવવા તૈયાર

Canada
6 hours ago

વિકસતા જતા ઇન્ટરનેટ ઉદ્યોગ પર કર લાદવાની ભલામણ ટ્ર્ડોએ ફગાવી

Breaking News
7 hours ago

મહેસાણા સબજેલના કેદીએ સંડાસમાં જઈ પોતાનું જ ગુપ્તાંગ કાપી નાંખ્યું !

Breaking News
8 hours ago

પ્રાંતિજમાં પિતાએ જ પુત્રીની હત્યા કરી લાશ ખેતરમાં દાટી

Bollywood
8 hours ago

મોડલિંગથી ખુબ જ ફાયદો થયો છે : કૃતિ સનુન

Gujarat
9 hours ago

રાજપીપળા હોટલમાં વડોદરા કોંગ્રેસના મંત્રીનો આપઘાત

World
9 hours ago

કતાર સાથે રાજકીય સંબંધો યથાવત કરવા પાડોશી દેશોએ ૧૩ શરતો મૂકી

સનરાઈઝ હૈદરાબાદ-કિંગ્સ ઇલેવન વચ્ચે રોમાંચક જંગ જામશે

હૈદરાબાદા : સનરાઈઝ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે પણ આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૦માં જંગ ખેલનાર છે. હૈદરાબાદ ખાતે રમાનારી આ મેચને લઇને તમમા તૈયારી આયોજકો દ્વારા કરી લેવામાં આવી છે. સનરાઈઝ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવનની ટીમ પોતાની સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવા માટે સજ્જ છે. એકબાજુ સનરાઈઝ હૈદરાબાદની ટીમ પોઇન્ટ ટેબલમાં ૪ મેચો પૈકી બેમાં જીત અને બેમાં હાર સાથે ૪ પોઇન્ટ ધરાવે છે જ્યારે બીજી બાજુ કિંગ્સ ઇલેવન પંજાબ પણ ચાર મેચમાં બેમાં જીત અને બેમાં હાર સાથે ૪ પોઇન્ટ ધરાવે છે. બંને ટીમો એકસમાન પોઇન્ટ ધરાવતી હોવાથી બંને ટીમો એકબીજાથી આગળ નિકળવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. બંને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડીઓ છે જેના ઉપર ક્રિકેટ ચાહકોની નજર રહેશે. સિંગ્સ ઇલેવન પંજાબમાં મેક્સવેલ, મિલર જેવા ખેલાડીઓ ઉપર તમામની નજર રહેશે. બીજી બાજુ સનરાઈઝ હૈદરાબાદમાં ડેવિડ વોર્નર, યુવરાજસિંહ, નમન ઓઝા, શિખર ધવન, ભુવનેશ્વર જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ હોવાથી આ ટીમ પણ શક્તિશાળી દેખાઈ રહી છે. જો કે, યુવરાજ સિંહ અને ડેવિડ વોર્નર હજુ સુધી તેમની ક્ષમતા મુજબ દેખાવ કરી શક્યા નથી. બંને ખેલાડીઓ મેચમાં ધરખમ દેખાવ કરીને પોતાની ટીમને જીત અપાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. કિંગ્સ ઇલેવન પંજાબમાં મેક્સવેલ, અમલા હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં કિંગ્સ ઇલેવનની ટીમ ફેવરિટ દેખાઈ રહી છે.

કિંગ્સ ઇલેવન પંજાબ : મિલર, મેક્સવેલ, શોન માર્શ, સ્ટેનોઇસ, અમલા, મનન વોરા, અક્ષર પટેલ, ગુરકીરત માન, અનુરીત સિંહ, સંદીપ શર્મા, શર્દુલ, સહા, મુરલી વિજય, નિખીલ શંકર, મોહિત શર્મા, કેસી ચરિઅપ્પા, અરમાન જાફર, પ્રદિપ સાહૂ, સ્વપ્નનીલ, મોર્ગન, મેથ હેનરી, ગુપ્ટિલ, સમી

સનરાઈઝર્સ હૈદરાબાદ : વોર્નર, હેનરીક્સ, વિલિયમસન, કટિંગ, રહેમાન, શિખર, ભુવનેશ્વર, નમન ઓઝા, રિકી ભુઈ, સિદ્ધાર્થ કૌલ, વિપુલ શર્મા, આશીષ નહેરા, યુવરાજસિંહ, અભિમન્યુ મિથુન, બરીન્દરસિંહ, દિપીક હુડા, વિજય શંકર, રશીદખાન, મોહમ્મદ નબી, લાગલીન, ક્રિસ જોર્ડન