Home » Sports » Cricket » કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

News timeline

Bollywood
4 hours ago

દબંગ-૩માં સની લિયોન પણ ભૂમિકા નિભાવશે

Cricket
6 hours ago

ટેસ્ટ રેંકિંગમાં સ્ટાર વિરાટ કોહલી પાંચ સ્થાને પહોંચ્યો

India
7 hours ago

160 કિ.મી સુધી ખોટી દિશામાં દોડતી રહી ટ્રેન: મહારાષ્ટ્રના બદલે MP પહોંચ્યા ખેડૂતો

Bollywood
8 hours ago

અભિષેક બચ્ચન નવી કોમેડી ફિલ્મમાં ચમકશે

Bollywood
10 hours ago

સડક ફિલ્મના બીજા ભાગ પર કામ શરૃ

India
10 hours ago

કુપવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ: 3 આતંકી ઠાર, 1 જવાન શહીદ

Top News
11 hours ago

અમેરિકાની પોતાના નાગરિકોને સાઉદી અરબની યાત્રા વખતે યમનથી સાવચેત રહેવાની ચેતવણી

Entertainment
12 hours ago

ગુજરાતી વેડીંગ ઇન ગોવાનું ગીત વર્લ્ડ રેકોર્ડમાં

Cricket
14 hours ago

વિરાટ કોહલીની ૫૦ આંતરરાષ્ટ્રીય સદી

Bollywood
16 hours ago

કલ્કીને ઐતિહાસિક પુસ્તકો ખુબ ગમે છે

Bollywood
18 hours ago

આમીર સાથે બીજી ફિલ્મ મળતા કેટરીના ખુશ

Football
20 hours ago

રિયલ મેડ્રિડ-એટલેન્ટિકોની મેચ ડ્રોમાં રહી

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

લંડનઃ વેસ્ટ ઈન્ડિઝની ટીમ છેલ્લા ઘણા સમયથી કંગાળ પ્રદર્શન કરી રહી છે. જેને લઈ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની જ્યોફ બોયકોટે વેસ્ટ ઇન્ડીઝની વર્તમાન ટેસ્ટ ટીમને છેલ્લા ૫૦ વર્ષની સૌથી કંગાળ ગણાવી છે. જ્યોફ બોયકોટે જણાવ્યું હતું કે ‘હું છેલ્લા ૫૦ વર્ષથી ક્રિકેટ સાથે કોઇને કોઇ રીતે સંકળાયેલો છું અને મેં આટલી કંગાળ ટીમ કયારેય પણ જોઇ નથી. વેસ્ટ ઇન્ડીઝની ટીમ બેટિંગ કે બોલિંગ કંઇ પણ કરી શકતી નથી. વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં મેં કેટલાક ધરખમ પ્લેયરો જોયા છે અને કેટલાક સામે મને રમવાની તક પણ મળી છે. હવે વેસ્ટ ઇન્ડીઝની આવી દયનીય સ્થિતિમાં જોઇ શકાતી નથી. વેસ્ટ ઇન્ડીઝ ટીમ ત્રણ દાયકા અગાઉ જેવો દેખાવ કરતી હતી તેવી કમાલ હવે જોવા મળે તેની કોઇ સંભવના નથી. ‘ ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝનો ત્રણ દિવસમાં પરાજય થયો હતો. જેમાંથી તેમણે ૧૯ વિકેટ એક જ દિવસમાં ગુમાવી હતી. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કર્ટલી એમ્બ્રોસે જણાવ્યું હતું કે ‘ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરોએ કોઇ પણ પ્રકારની આક્રમક્તા કે લડત જ દર્શાવી નહીં તે જોવું વધુ શરમજનક હતું. મારા માટે આ ટીમને રમતા જોવી જ ખૂબ દુઃખદ છે. મને વધારે ચિંતા એ વાતની છે કે આ પ્લેયરો જાણતા જ નથી કે કેરેબિયન ચાહકો અને વિશ્વ ક્રિકેટ માટે વેસ્ટ ઇન્ડીઝનું શું મહત્વ છે.’