Home » Headline News » હવે કોરિયન ઓપન સુપર સિરિઝ પર સિંધુનો કબજો

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

હવે કોરિયન ઓપન સુપર સિરિઝ પર સિંધુનો કબજો

નવી દિલ્હી : ભારતની સિલ્વર ગર્લ પીવી સિંધુએ કોરિયા ઓપન સુપર સીરીઝ પર કબજો જમાવી લેવામાં સફળતા મેળવી છે. આની સાથે જ સુંધુએ નવો ઇતિહાસ સર્જ્યો છે. બેડમિન્ટન સ્ટાર વર્લ્ડ નંબર ચાર ખેલાડી સિંધુએ આજે ફાઇનલ મેચમાં વર્લ્ડ નંબર નવ ખેલાડી જાપાનની નોજોમી ઓકુહારાને એક કલાક અને ૨૪ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૨-૨૦, ૨૧-૧૧, ૨૧-૧૮થી જીત મેળવી હતી. આ જીતની સાથે જ ૨૨ વર્ષની સિંધુએ ભારતીય બેડમિન્ટનના ઇતિહાસમાં એક નવી સિદ્ધી હાંસલ કરી હતી. ઇતિહાસ રચનાર સિંધુએ જાપાની શટલર સાથે પોતાનો બદલો પણ લીધો હતો. સિંધુને ઓકુહારાએ આ વર્ષે જ ઓગષ્ટ મહિનામાં વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં હાર આપી હતી. આ જીતની સાથે જ બન્ને વચ્ચે થયેલી મેચમાં આંકડાના મામલે જાપાની ખેલાડીએ ૪-૩ની લીડ મેળવી હતી. સિંધુ કોરિયા ઓપન પર કબજો કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઇ છે. વર્ષ ૧૯૯૧માં શરૃ થયેલા આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ અગાઉ કોઇ પણ ભારતીય શટલરને આટલી મોટી સફળતા મળી ન હતી. સિંધુએ વર્ષની સાતમી સુપર સીરીઝ મુકાબલાની ફાઇનલમાં ઓકુહારાને હાર આપી હતી. પ્રથમ ગેમ ૨૨-૨૦થી જીતી લીધા બાદ બીજી ગેમમાં ઓકુહારાએ પ્રભુત્વ જમાવ્યુ હતુ. અને સિંધુએ આ ગેમ ૧૧-૨૧થી ગુમાવી દીધા બાદ નિર્ણાયક ગેમ રોમાંચક બની હતી. જેમાં જાપાની પડકારનો અંત લાવીને ભારતીય સ્ટારે જીત મેળવી હતી. સિંધુએ આ વર્ષે ત્રીજી ચેમ્પિયશીપ પર કબજો જમાવ્યો છે. સિંધુએ આ વર્ષે સૈયદ મોદી ઇન્ટરનેશનલ અને ઇન્ડિયા ઓપન સુપર સીરિઝ પર કબજો કર્યો હતો. સિંધુએ કોરિયા ઓપન પર કબજો જમાવી લેવાની સાથે જ કેરિયરમાં ત્રીજી સૌથી મોટી ચેમ્પિયશીપમાં જીત મેળવી છે. આ અગાઉ ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોરિયા ઓપન  બેડમિન્ટન સેમીફાઇનલમાં ચીનની હી બિંગજિઆઓને હાર આપીને ફાઇનલમાં કુચ કરી હતી.  આ પહેલા શનિવારના દિવસે કોરિયા ઓપનમાં સેમીફાઇનલ માટે એક શાનદાર મેચ જોવા મળી હતી. સિંધુની હરિફ ચીનની હી બિંગજિઆઓએ પણ શાનદાર રમત રમી હતી. સિંધુએ પ્રથમ ગેમ ૨૧-૧૦થી જીતી લેવામાં સફળતા મેળવી હતી. જો કે બીજી ગેમમાં ચીનની ખેલાડીએ જોરદાર વાપસી કરી હતી. બીજી ગેમ સિંધુ સામે ૧૭-૨૧ના અંતરથી જીતી લીધી હતી. ત્રીજી ગેમમાં બન્ને ખેલાડીઓએ એક એક પોઇન્ટ માટે ભારે મહેનત કરી હતી.

સેમીફાઇનલમાં શાનદાર રમત અને આક્રમક રમત મારફતે અંતે બાજી સિંધુએ મારી લીધી હતી. સિંધુએ ત્રીજી ગેમ ૨૧-૧૬ના અંતરથી જીતી લીધી હતી.ઓકુહારાએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિંધુના ગોલ્ડ મેડલ જીતવાના સપના પર પાણી ફેરી દીધુ હતુ. એ વખતે સિંધુ પર ઓકુહારાએ ૨૧-૧૯, ૨૦-૨૨, ૨૨-૨૦થી જીત મેળવી હતી.