Home » Sports » Cricket » રણજી મેચ : બરોડાના ૫૦૩ સામે ઓડિશાના ૬૨/૨

News timeline

Ahmedabad
15 hours ago

ગુજરાત વિધાનસભામાં બજેટ દરમિયાન વિપક્ષનો હંગામોઃ હર્ષદ રિબડીયાએ ઉછાળી મગફળી

Delhi
15 hours ago

વાતચીતથી નહીં આવે ઉકેલ, સુપ્રીમ કોર્ટ પાસેથી જ સમાધાન શક્ય

Bangalore
15 hours ago

ઈસરો દ્વારા અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

Ahmedabad
15 hours ago

ગુજરાતમાં શિક્ષણને આપવામાં આવ્યું સૌથી વધું પ્રાધાન્ય, 27,000 કરોડની ફાળવણી

Gujarat
15 hours ago

‘ઉડાન’ સેવા શરૂ થતા જ ફિયાસ્કો, કેન્સલ થઈ જામનગર-અમદાવાદની ફ્લાઈટ

Gujarat
16 hours ago

મચ્છરોના ત્રાસને કારણે બંધ રખાયુ રાજકોટ માર્કેટ યાર્ડ

Bhuj
16 hours ago

અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ

Ahmedabad
16 hours ago

ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

Ahmedabad
16 hours ago

ગાયને બચાવવા જતા જીપમા સવાર 3 મુસાફરો થયા કાળનો કોળિયો

Business
16 hours ago

એમેઝોનનો ભારતના ફૂડ રિટેલિંગ બિઝનેસમાં પ્રવેશ

Business
16 hours ago

જાન્યુઆરીમાં SIP રોકાણ એક અબજ ડોલરે પહોંચ્યું

Ahmedabad
16 hours ago

નગરપાલિકા: 75માંથી 47માં ભાજપ, 16માં કૉંગ્રેસને બહુમતી

રણજી મેચ : બરોડાના ૫૦૩ સામે ઓડિશાના ૬૨/૨

વડોદરા : વડોદરા ખાતે રમાય રહેલી રણજી મેચમાં બરોડાએ ઓડિશા સામે મજબૂત પકડ બનાવી લીધી છે. કેદાર દેવધરના ૧૦૪ રન બાદ વિષ્ણુ સોલંકીએ સિઝનની બીજી સદી સાથે ૧૦૯ રન તેમજ કારકિર્દીની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૯મા ક્રમના બેટ્સમેન નિનાદ રાઠવાએ ૧૧૫ રન ફટકારતાં બરોડાએ ઓડીશા સામેની રણજી મેચમાં પ્રથમ ઈનિંગમાં ૫૦૩ રન ખડકયા હતા. વડોદરામાં ચાલી રહેલી રણજી મેચમાં કેપ્ટન દીપક હૂડા (૫૧) અને ઓપનર આદિત્ય વાઘમોડે (૫૨)એ પણ અડધી સદીઓ ફટકારી હતી.  ઓડીશા તરફથી ડીબી મોહંતીએ પાંચ વિકેટ ઝડપી હતી. બીજા દિવસની રમતના અંતે ઓડીશાએ પ્રથમ ઈનિંગમાં બે વિકેટે ૬૪ રન કર્યા હતા. બરોડાના પ્રથમ ઈનિંગના સ્કોર કરતાં ઓડીશા હજુ ૪૩૯ રન પાછળ છે. વડોદરામાં ચાલી રહેલી ગુ્રપ સીની મેચમાં વિષ્ણુ સોલંકી (૪૬) અને સ્વપ્નિલ સિંઘ (૧૯)ની જોડીએ બરોડાની પ્રથમ ઈનિંગને ગઈકાલના ૨૮૧/૩ના સ્કોરથી આગળ ધપાવી હતી. બરોડાએ આજે બીજા દિવસની રમતમાં વધુ ૨૨૨ રન જોડતા બાકીની સાત વિકેટ ગુમાવી હતી. વિષ્ણુએ ત્રિપુરા સામે સદી ફટકારી હતી અને આ સતત ચોથી મેચમાં તેણે ૫૦થી વધુનો સ્કોર કર્યો હતો.  તેણે ૨૨૩ બોલમાં ૧૪ ચોગ્ગા સાથે ૧૦૯ રન ફટકાર્યા હતા. વિષ્ણુ સોલંકી અને પહેલી ફર્સ્ટ ક્લાસ મેચ રમી રહેલા ૧૮ વર્ષના  નિનાદ રાઠવાએ આઠમી વિકેટમાં ૧૫૫ રનની મેરેથોન ભાગીદારી કરી હતી. નિનાદ રાઠવાએ ૧૦૨ બોલમાં ૧૮ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૧૫ રન ફટકાર્યા હતા. વિષ્ણુના આઉટ થયા બાદ નિનાદે લોઅર ઓર્ડરના બેટ્સમેનોની મદદથી સ્કોરને ૫૦૦ને પાર પહોંચાડયો હતો. આ પછી લુકમાન મેરીવાલા અને વિષ્ણુ સોલંકીએ એક-એક વિકેટ ઝડપતાં ઓડીશાની મુશ્કેલી વધારી હતી.