Home » Sports » Cricket » કોલકાતા ટેસ્ટ મેચ આખરે ડ્રો

News timeline

Gujarat
4 hours ago

સ્ટર્લિંગ ગ્રુપ હવાલા કૌભાંડમાં IPS રાકેશ અસ્થાનાનું CBI દ્વારા નિવેદન લેવાશે

Delhi
5 hours ago

ગયા વર્ષે દેશમાં 1575 બાળકોનું જાતીય શોષણ, સરકાર જોતી રહી: સુપ્રીમ

Bangalore
5 hours ago

ભારત 2022માં લોન્ચ કરશે સમાનવ અવકાશી મિશન

Ahmedabad
5 hours ago

૧૯મી ઓગસ્ટે અમદાવાદમાં હાર્દિક પટેલ કારમાં બેસી પ્રતીક ઉપવાસ કરશે

Cricket
6 hours ago

આફ્રિકા સામે શ્રીલંકાનો ૩ વિકેટથી વિજય

Gandhinagar
7 hours ago

વનઆરક્ષિત જમીન બોખીરિયાના પુત્રો-જમાઇને અપાતાં પીટિશન

World
8 hours ago

બ્રિટનની સંસદ નજીક બેરિયર્સ તોડી કારે સંખ્યાબંધને કચડી નાખ્યા

Entertainment
8 hours ago

કેટ વિન્સલેટની પાસે હાલ ત્રણ ફિલ્મોનું કામ

Ahmedabad
8 hours ago

૨૯ પોલીસ અધિકારીઓ કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે

Breaking News
9 hours ago

રાજકોટ – પુત્રએ છરીના ઘા ઝીંકી બાપનું કાસળ કાઢ્યું

Headline News
10 hours ago

સિનસિનાટી માસ્ટર્સ : ભારે સંઘર્ષ બાદ યોકોવિચનો જોહન્સન સામે વિજય

Gujarat
11 hours ago

અંબાજી મંદિરને સુવર્ણ બનાવવા વધુ બે કિલોગ્રામ સોનું ખરીદાયું

કોલકાતા ટેસ્ટ મેચ આખરે ડ્રો

કોલકાતા : કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. ભારતીય ટીમ જીતની બિલકુલ નજીક પહોંચીને જીતથી વંચિત રહી જતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. પાંચમા અને અંતિમ દિવસે જ્યારે ખરાબ રોશનીના કારણે રમત રોકી દેવામાં આવી ત્યારે ભારતે ખુબ મજબુત સ્થિતી મેળવી લીધી હતી. શ્રીલંકાએ સાત વિકેટ ૭૫ રનમાં ગુમાવી દીધી હતી. ૨૩૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. પ્રથમ ઇનિગ્સમાં ચાર વિકેટ ઝડપનાર ભુવનેશ્વર કુમારે બીજી ઇનિગ્સમાં પણ ચાર વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સામીએ બે અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી. બીજી ઇનિગ્સમાં શ્રીલંકાની શરૃઆત નિરાશાજનક રહી હતી. પ્રથમ ઓવરમાં જ ભુવનેશ્વર કુમારે સમરવિક્રમાને બોલ્ડ આઉટ કરીને શ્રીલંકન છાવણીમાં ખળભળાટ મચાવી દીધો હતો. ગઇકાલે રવિવારે પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે તેના બીજા દાવમાં એક વિકેટ ગુમાવીને ૧૭૧ રન બનાવ્યા હતા. કેએલ રાહુલ ૭૩ રન સાથે રમતમાં હતો. આજે ભારતે પોતાની ઇનિગ્સને આગળ વધારી હતી. કોહલીએ પોતાની ટેસ્ટ કેરિયરની ૧૮મી સદી ફટકારી હતી. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦મી સદી ફટકારી દીધા બાદ ભારતે પોતાની ઇનિગ્સ ડિકલેર કરી હતી. રાહુલ ૭૯ રન કરીને આઉટ થયો હતો. ભારતે આઠ વિકેટ ગુમાવીને ૩૫૨ રન કર્યા હતા. કોહલી ૧૦૪ રન કરીને અણનમ રહ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે મેચોની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ૨૪ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતે આઠ ટેસ્ટ મેચો જીતી છે. આઠ ટેસ્ટ મેચો ડ્રો થઇ છે. આઠ ટેસ્ટ મેચોમાં ભારતની પણ હાર થઇ છે. એકંદરે ૨૪ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે.

વિરાટ કોહલી શૂન્ય રનમાં આઉટ થતાં ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. આઈસીસી ટેસ્ટ રેંકિંગની વાત કરવામાં આવે તો ભારત નંબર વન પર અને શ્રીલંકા છઠ્ઠા ક્રમાંકે છે. હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ખુબ રોમાંચક ઇતિહાસ રહ્યો છે. ૨૦મી ઓગસ્ટ ૨૦૧૫ અને ૧૪મી ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચેના ગાળામાં છેલ્લી પાંચ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતની જીતનો દેખાવ શાનદાર રહ્યો છે. બીજી બાજ ભારતમાં શ્રીલંકા સામે ૧૭ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે જે પૈકી ભારતે ૧૦ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે જ્યારે બાકીની સાત ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. ભારતીય ટીમ હાલમાં ખુબ શાનદાર દેખાવ કરી રહી છે. બીજી બાજુ શ્રીલંકન ટીમ પણ હાલમાં યુએઇમાં પાકિસ્તાન સામે સારો દેખાવ કરીને અહીં પહોંચી છે.  અત્રે નોંધનીય છે કે પ્રથમ દિવસે ખુબ ઓછી રમત શક્ય બન્યા બાદ બીજા દિવસે પણ ઓછી રમત શક્ય બની હતી.વરસાદના કારણે બીજા દિવસે પણ નિરાશાજનક સ્થિતિ રહી હતી. મોડેથી રમત શરૃ થઇ હતી અને ૧૧.૫ ઓવરની રમત જ શક્ય બની હતી.પ્રથમ દિવસે ગુરુવારે વરસાદના પરિણામ સ્વરુપે માત્ર ૧૧.૫ ઓવરની રમત શક્ય બનતા ક્રિકેટ ચાહકો ભારે નિરાશ થયા હતા.