Home » Sports » Football » રિયલ મેડ્રિડ-એટલેન્ટિકોની મેચ ડ્રોમાં રહી

News timeline

Gujarat
1 hour ago

જામનગરમાં દલિતો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો થતા લાઠીચાર્જ

Business
1 hour ago

GSKને 40% ટેક્સનો ભય: મર્જર દ્વારા સોદો કરવા તૈયાર

Headline News
1 hour ago

ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર : નડાલ અને સિલીક વચ્ચે સેમિ ફાઈનલની શક્યતા

Business
1 hour ago

TCSનું માર્કેટકેપ 7 લાખ કરોડને પાર

Business
1 hour ago

કેન્સલેશન ચાર્જિસ, વળતરના પ્રસ્તાવનો એરલાઇન્સ વિરોધ કરશે

Business
2 hours ago

આરકોમ એરિક્સનની વાટાઘાટ મુશ્કેલીમાં

Gujarat
2 hours ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
3 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
3 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
4 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
4 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
4 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

રિયલ મેડ્રિડ-એટલેન્ટિકોની મેચ ડ્રોમાં રહી

ડર્બી : લાખો ફુટબોલ ચાહકો આજે વહેલી પરોઢે એ વખતે નિરાશ થયા હતા જ્યારે સ્ટાર ખેલાડીઓથી ભરપુર બે ટીમો વચ્ચે રમાયેલી મેચ કોઇપણ ગોલ વગર ડ્રોમાં પરિણમી હતી. રિયલ મેડ્રિડ અને એટલેન્ટિકો વચ્ચે રમાયેલી આ મેચમાં કોઇપણ ટીમ ગોલ કરી શકી ન હતી. આની સાથે જ આ બંને ટીમો પોઇન્ટ ટેબલમાં ટોપ ઉપર રહેલા બાર્સેલોનાથી ૧૦ પોઇન્ટ પાછળ છે. લા લીગાની અતિમહત્વપૂર્ણ આ મેચમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને ગ્રીઝમેન જેવા સ્ટાર ખેલાડીઓ નજરે પડયા હતા. પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને ફ્રાંસના ગ્રીઝમેનને ગોલ કરવાની કોઇ તક મળી ન હતી. બંને ખેલાડીઓએ ગોલ કરવાના તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ નિરાશા હાથ લાગી હતી. લા લીગા પોઇન્ટ ટેબલમાં બાર્સેલોના ૧૧ જીત સાથે ૩૪ પોઇન્ટ ધરાવે છે અને તે પ્રથમ સ્થાને છે. જ્યારે રિટલ મેડ્રિડ અને એન્ટલેન્ટિકો ૧૨-૧૨ મેચોમાં ૨૪-૨૪ પોઇન્ટ ધરાવે છે. આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં ફૂટબોલ ચાહકો ડર્બીમાં ઉપસ્થિત રહ્યા હતા.  સ્ટાર ખેલાડીઓને જોવા માટે પડાપડી રહી હતી. ગ્રીઝમેન ઉપરાંત અન્ય સ્ટાર રહ્યા હતા. ફ્રાંસના આ ફોરવર્ડ ખેલાડીએ અધવચ્ચે જ મેદાન છોડી દેવાની ફરજ પડી હતી. બીજી બાજુ કોસ્ટાએ સારી રમત રમી હતી. કરીમ બેન્ઝમા કોઇ ગોલ કરવામાં સફળ રહ્યો ન હતો. ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ ફ્લોપ રહ્યો હતો. બાર્સેલોના સૌથી આગળ છે.