Home » Sports » Cricket » ટેસ્ટ રેંકિંગમાં સ્ટાર વિરાટ કોહલી પાંચ સ્થાને પહોંચ્યો

News timeline

Bollywood
4 hours ago

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે

Cricket
4 hours ago

કુલદીપ યાદવની આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ૧૪ ક્રમની છલાંગ

Bollywood
4 hours ago

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું

Headline News
7 hours ago

સિંધુની નજર હોંગકોંગ ઓપન ટાઇટલ પર કેન્દ્રિત

Bollywood
7 hours ago

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે

Bollywood
7 hours ago

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં

Breaking News
9 hours ago

મેક્રો ડેટા તેમજ ક્રૂડના ભાવ બજારને દોરશે

Breaking News
9 hours ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Business
10 hours ago

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર કર્યા

Breaking News
10 hours ago

બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ઇક્વિટી રોકાણમાં ધરખમ વધારો

Gandhinagar
10 hours ago

કોંગ્રેસમાં હોદ્દો મેળવવા કુશ્તી, દિલ્હી સુધી બખેડો

Breaking News
11 hours ago

ફિનિક્સ મિલ્સ 4-5 વર્ષમાં ઓપરેશનલ રિટેલ પોર્ટફોલિયો બમણો કરશે

ટેસ્ટ રેંકિંગમાં સ્ટાર વિરાટ કોહલી પાંચ સ્થાને પહોંચ્યો

નવી દિલ્હી : ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાંચમા સ્થાને પહોંચી ગયો છે. વિરાટે વિરાટ સિદ્ધી હાંસલ કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. આઇસીસી દ્વારા જારી કરવામાં આવેલી રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ શાનદાર દેખાવ સાથે આગળ વધી રહ્યા છે. જો કે સ્પીનર રવિન્દ્ર  જાડેજા બોલરોની યાદીમાં એક સ્થાન નીચે ગબડીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. કોહલીએ હાલમાં શ્રીલંકા સામે કોલકત્તા ટેસ્ટ મેચમાં ભારતની બીજી ઇનિગ્સમાં સદી ફટકારી હતી. કોહલીએ પોતાની કેરિયરની ૧૮મી સદી ફટકારી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટે ૫૦મી સદી ફટકારી હતી. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર ૨૯માં ક્રમાકે પહોંચી ગયો છે. મોહમ્મદ સામીની રેન્કિંગમાં પણ સુધાર થયો છે. તે રેન્કિંગમાં ૧૮મા સ્થાને પહોંચી ગયો છે. આ ઉપરાંત પણ કોહલીએ કેટલીક નવી સિદ્ધિ મેળવી હતી. ઇડન ગાર્ડન પર કોહલીએ પ્રથમ સદી ફટકારી હતી. આ ઉપરાંત ભારતના કેપ્ટન તરીકે સુનિલ ગાવસ્કરના સૌથી વધુ ૧૧ સદી ફટકારવાના રેકોર્ડની પણ કોહલીએ બરોબરી કરી હતી. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સદીનો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી હવે અડધે સુધી પહોચી ગયો છે. તમામ ક્રિકેટ ચાહકો નક્કરપણે માને છે કે, વિરાટ કોહલી સચિન તેંડુલકરના રેકોર્ડને સરળતાથી તોડી દેશે.શ્રીલંકાના ખેલાડી ડિકવિલ્લાને હવે ૩૭માં સ્થાને રાખવામાં આવ્યો છે. દુલરુવાન પરેરા હવે ૨૨માં સ્થાને પહોંચી ગયો છે. ટીમ રેન્કિંગમાં હાલમાં ઓસ્ટ્રેલિયા પાંચમાં સ્થાને છે. ભારત ૧૨૫ પોઇન્ટ લઇને પ્રથમ સ્થાને છે. જ્યારે આફ્રિકા ૧૧૧ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે.