Home » Sports » Cricket » ગેલનો રેકોર્ડ : ટી-૨૦માં ૨૦મી સદી સાથે ૧૧,૦૦૦ રન

News timeline

Delhi
13 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

ગેલનો રેકોર્ડ : ટી-૨૦માં ૨૦મી સદી સાથે ૧૧,૦૦૦ રન

ઢાકા : બાંગ્લાદેશમાં ચાલી રહેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલે ૬૯ બોલમાં ૧૪૬ રન બનાવી સનસનાટી મચી દીધી હતી. આ સાથે ક્રિસ ગેલે ટી-૨૦માં ૨૦ સદી પુરી કરવાની સાથે ૧૧,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કરનારા વિશ્વના સૌપ્રથમ બેટ્સમેન તરીકેનો રેકોર્ડ નોંધાવી દીધો છે.રંગપુર રાઈડર્સે ગેલની તોફાની બેટીંગને સહારે ફાઈનલમાં એક વિકેટે ૨૦૬ રન ખડકીને ઢાકા ડાયનામાઈટને કચડી નાંખ્યું હતુ. ગેલની સાથે ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ  બ્રેન્ડન મેક્કુલમે ૪૩ બોલમાં ૫૧ રન ઝૂડયા હતા. ગેલ અને મેક્કુલમ વચ્ચે ૨૦૧ રનની ભાગીદારી કરી હતી. ગેલે માત્ર ૩૩ બોલમાં અડધી સદી પુરી કરી હતી. ગેલે વધુ એક તોફાની ઈનિંગને સહારે ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં ૨૦મી સદી ફટકારવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ગેલે આ સાથે વિક્રમોની વણઝાર સર્જી હતી. તેણે એક ટી-૨૦ મેચમાં સૌથી વધુ ૧૭ છગ્ગા ફટકારવાનો પોતાનો જ રેકોર્ડ તોડયો હતો, જે તેણે ૨૦૧૩ની આઇપીએલમાં બેંગ્લોર તરફથી રમતાં પૂણે સામે અણનમ ૧૭૫ રનની ઈનિંગ દરમિયાન નોંધાવ્યો હતો. ટી-૨૦માં ગેલની આ ૨૦મી સદી છે. જ્યારે બીજા ક્રમે ૭-૭ સદી સાથે માઈકલ ક્લિંગર, લુક રાઈટ અને બ્રેન્ડન મેક્કુલમ છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ગેલની આ પાંચમી સદી છે. ગેલની મેચ વિનિંગ ઈનિંગને સહારે રંગપુર રાઈડર્સ ખુલ્ના ટાઈટન્સને હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ્યું હતુ.