Home » Headline News » અંકિતા રૈનાએ ફ્રાંસની હેસેને હરાવીને આઇટીએફ વિમેન્સ ટાઇટલ જીત્યુ

News timeline

Gujarat
11 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
60 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
6 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

અંકિતા રૈનાએ ફ્રાંસની હેસેને હરાવીને આઇટીએફ વિમેન્સ ટાઇટલ જીત્યુ

ગ્લાવિલયર: ભારતની નંબર વન ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ ત્રણ વર્ષ બાદ સિંગલ્સ ટાઇટલ જીતીને તેના ટીકાકારોને શાંત પાડયા હતા. આઇટીએફ વિમેન્સની ફાઇનલમાં તેણે બીજી ક્રમાંકિત ફ્રાંસની અમાન્ડા ઇન હેસેને ૬-૨, ૭-૫થી એક કલાક અને ૨૫ મિનિટના સંઘર્ષપૂર્ણ મુકાબલા બાદ પરાજય આપીને ચેમ્પિયન બનાવવામાં સફળતા મેળવી હતી. આ અગાઉ તે વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ તે ૨૦૧૪માં જીતી હતી. તે વખતે તેણે પૂણે આઇટીએફ ટુર્નામેન્ટ જીતી હતી. અંકિતાએ આ સાથે કારકિર્દીનું આ છઠ્ઠું ટાઇટલ જીત્યુ હતું. છેલ્લા છ વર્ષમાં તે નવ વખત ફાઇનલમાં પ્રવેશીને હારી હતી. ડબલ્સમાં ૨૫ વર્ષીય અંકિતા ૧૨ ટાઇટલ જીતી છે. અંકિતાએ મેચ બાદ કહ્યું હતું કે તેણે રમતમાં સુધારો કરવા ઉપરાંત એ પણ વિચાર્યું કે પાકટ અભિગમ પણ મહત્ત્વની નિર્ણાયક મંચ જીતવા માટે જરૃરી છે. આ વખતે હું તે રીતે સભાન હતી. અંકિતા ભારતની નંબર વન સિંગલ્સ ખેલાડી હોવા છતાં તેની સામે એવા પ્રશ્નો થતા હતા કે તેનો વર્લ્ડ રેન્કિંગ કેમ સુધારતો નથી ? તે કેમ ટાઇટલ નથી જીતી શકતી ? આવા જ કારણોસર કેન્દ્ર સરકારની ટેલેન્ટેડ ખેલાડીઓને અપાતી ‘ટોપ્સ’ પ્રોજેક્ટ અંતર્ગતની સ્કીમમાં ટેનિસ ગ્લોબ્ઝર્વર સોમદેવ દેવવર્મને અંકિતાને વિવાદો વચ્ચે બાકાત રાખી છે. હવે સોમદેવ પર તેને સામેલ કરવા દબાણ સર્જાઈ શકે છે.