Home » Headline News » ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર : નડાલ અને સિલીક વચ્ચે સેમિ ફાઈનલની શક્યતા

News timeline

Business
10 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
38 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
41 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
3 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
3 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર : નડાલ અને સિલીક વચ્ચે સેમિ ફાઈનલની શક્યતા

પેરીસઃ પેરીસમાં શરૃ થઈ રહેલી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપના ડ્રો જાહેર થઈ ચૂક્યા છે. વર્લ્ડ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવતા સ્પેનિશ ટેનિસ સ્ટાર અને ક્લે કોર્ટ કિંગ નડાલ રેકોર્ડ ૧૧મી વખત ફ્રેન્ચ ઓપન જીતવાનો પ્રયાસ કરશે. ક્લે કોર્ટ સિઝનમા શાનદાર દેખાવ કર્યા બાદ પેરીસ આવી પહોંચેલા નડાલને ફ્રેન્ચ ઓપનમાં રસપ્રદ ડ્રો મળ્યો છે. જો મેજર અપસેટ ન સર્જાય તો નડાલનો મુકાબલો ક્વાર્ટર ફાઈનલમાં સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસન સામે અને સેમિ ફાઈનલમાં સિલીક કે પોટ્રો સામે થાય તેવી શક્યતા છે. રેડ ક્લે પર રમાતી ગ્રાન્ડ સ્લેમમાં સેકન્ડ સીડ ખેલાડી તરીકે રમી રહેલા જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવની રાહ મુશ્કેલ રહેશે. તેના હાફમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ખેલાડી યોકોવિચ, બુલ્ગારિયાનો ડિમિટ્રોવ અને થિએમ જેવા ખેલાડીઓ છે, જેના કારણે સેમિ ફાઈનલ પહેલા તેને આ બધા સ્ટાર્સની સામે રમવાનું આવી શકે છે.
નડાલનો પ્રથમ રાઉન્ડમાં યુક્રનનો ડોલ્ગોપોલોવ સામે ટક્કર થશે. જે પછી રાઉન્ડ ઓફ ૧૬માં જેક સોક કે શાપોવાલોવ સામે, ક્વાર્ટર ફાઈનલમાં કેવિન એન્ડરસન સામે અને સેમિ ફાઈનલમાં સિલીક કે ડેલ પોટ્રો સામે રમવાનું આવી શકે છે. મેડ્રીડ માસ્ટર્સ જીતી ચૂકેલો એલેક્ઝાન્ડર ઝ્વેરેવ પ્રથમ રાઉન્ડમાં લિથુનિયાના રિચાર્ડ બેરાન્કીન્સ સામે રમશે. તેની સામે ક્વાર્ટર ફાઈનલમાં થિએમ, નિશિકોરી, વાવરિન્કા આવી શકે. સેમિ ફાઈનલમાં ડિમિટ્રોવ, ગોફિન કે યોકોવિચ આવી શકે. પ્રથમ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના ડકવર્થ સામે ટક્કર, સિલીકને ટોપ હાફમાં ક્વાર્ટર ફાઈનલ સુધીમાં ડેલ પોટ્રો, ટોમસ બર્ડિચ, આઇસનર અને કાયલ એડમંડ જેવા ખેલાડી સામે રમવું પડે તેવી શક્યતા છે.