Home » Technology » Samsung » શાઓમી-સેમસંગ વચ્ચે ‘કાંટે કી ટક્કર’

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
9 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
10 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

શાઓમી-સેમસંગ વચ્ચે ‘કાંટે કી ટક્કર’

નવી દિલ્હી:વિશ્વના બીજા ક્રમના મોબાઇલ માર્કેટ ભારતમાં આ તહેવારોની મોસમમાં ભારે સ્પર્ધા જામવાની છે. ચીનની શાઓમી અને સાઉથ કોરિયાની સેમસંગ વચ્ચે ગળાકાપ સ્પર્ધા થશે. આ લડાઈ એમઆઇ વિરુદ્ધ ગેલેક્સીની કહી શકાય. આ બંને કંપની મળીને મોબાઇલ બજારનો 60 ટકા હિસ્સો ધરાવે છે. સામાન્ય રીતે હેન્ડસેટ કંપનીઓ તેમની ત્રીજા ભાગની આવક તહેવારોની મોસમમાંથી મેળવી લે છે.

ટેલિકોમ સેક્ટરના નિષ્ણાતો પણ એકમતે કહી શકતા નથી કે નંબર વન કોણ છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્સના મતે એપ્રિલથી જૂનના ગાળામાં સેમસંગ નંબર વન અને શાઓમી નંબર ટુ હતી, તો આઇડીસીના મતે શાઓમી નંબર વન હતી, જ્યારે કેનાલિસના મતે શાઓમી અને સેમસંગ વચ્ચે કટોકટ સ્થિતિ છે. બંને કંપની એક ક્વાર્ટરમાં એક કરોડથી વધુ મોબાઇલના શિપમેન્ટ સાથે એકબીજા સામે લડી રહી છે. 2014-’15 કરતાં આ વોલ્યુમ ત્રણ ગણું છે. શાઓમી ઇન્ડિયાના વડા મનુ જૈને ઇટીને જણાવ્યું હતું કે, “એ કંપની વૃદ્ધિપથ પર છે ત્યાં સુધી તેને નંબર વન સ્થાનની કોઈ ચિંતા નથી. અમે ત્રણ મહિનામાં એક કરોડ યુનિટ્સ વેચીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે.”

શાઓમી રેડ હોટ ઇન્ડિયા એમઆઇ પ્રિફર્ડ પાર્ટનર આઉટલેટ્સ દ્વારા ફિઝિકલ સ્ટોરમાં હાજરી વધારી રહી છે, તો ફિઝિકલ સ્ટોરમાં મજબૂત સેમસંગ ગ્રાહકોને વધુ પ્રોત્સાહનો આપીને ઓનલાઇન હાજરી વધારી રહી છે. સેમસંગ વિવિધ પ્રાઇસબેન્ડમાં વિશાળ હાજરી ધરાવે છે પણ શાઓમી એ પ્રાઇસ ગેપને ભરી રહી છે અને પોતાની POCO સબ-બ્રાન્ડ દ્વારા પ્રીમિયમ સેગમેન્ટ (30,000થી વધુ મૂલ્યના ફોન)માં હિસ્સો આંચકવા પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. આ સેગમેન્ટમાં પરંપરાગત રીતે સેમસંગ અને એપલનો દબદબો રહ્યો છે.