Home » Technology » સ્માર્ટફોન પર ડેટાની બચત કરવા માટે ઉપયોગી ટિપ્સ

News timeline

Bhuj
1 min ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
5 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

સ્માર્ટફોન પર ડેટાની બચત કરવા માટે ઉપયોગી ટિપ્સ

અનલિમિટેડ ડેટા પ્લાન મોંઘા થવાના લીધે મોટેભાગે સ્માર્ટફોન યુઝર લિમિટેડ ડેટા પ્લાન જ લે છે. તેથી જ હંમેશા તમને તે ચિંતા રહેતી હશે કે, ડેટા ખતમ ન થઇ જાય. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવી ટીપ્સ, જેની મદદથી તમે Smartphone પર ડેટાની બચત કરી શકશો.

સ્માર્ટફોન પર વેબ બ્રાઉઝીંગમાં ઘણો વધારે ડેટા ખર્ચ થાય છે. ઘણી વેબસાઈટ હેવી હોય છે અને વધારે ડેટા તો તેમાં આવનાર જાહેરાતોને લોડ કરવામાં ખર્ચ થઇ જાય છે. તમે Chrome માં ડેટા કમ્પ્રેશન ફીચર દ્વારા ઓછો ડેટા ખર્ચ કરી શકો છો. આ ફીચર એક્ટીવેટ થયા બાદ ગૂગલ વેબસાઈટ અને બ્રાઉઝર વચ્ચે થતો ડેટા ટ્રાન્સફરને મેનેજ કરે છે અને વધારે બચત કરે છે. તેના માટે ક્રોમ ઓપન કરીને તેના Settings જાઓ, જ્યાં તમને Data Saver નો ઓપ્શન આપશે. તેણે સિલેક્ટ કરો. હવે તમારું બ્રાઉઝર ઓછો ડેટા ઉપયોગ કરશે.

ઘણી બધી એપ એવી છે કે, જેમાં સતત ડેટાનો ઉપયોગ થતો રહે છે. જે સમયે સ્માર્ટફોન ઉપયોગ ન કરવામાં આવતો હોય ત્યારે પણ નોટિફિકેશન અને અપડેટનાં લીધે એપ્સ ઈન્ટરનેટ સાથે જોડાઈ રહે છે. તો આવી એપ્સ કે જે બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે તેનો ડેટા ઉપયોગ રોકી શકો છો. તેના માટે પહેલા Settings માં જાઓ, Data Usage સિલેક્ટ કરો અને જે એપનો બેકગ્રાઉન્ડ ડેટા ઉપયોગ બંધ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો. ત્યાર બાદ ‘Restrict app background data’ લેબલને ઓફ કરી દો.

એપ્સને ક્યારેય પણ સીમ કાર્ડનાં નેટવર્ક પર અપડેટ ન કરો. હંમેશા કોઈ વાઈ-ફાઈ નેટવર્ક પર ગયા બાદ જ એપ અપડેટ કરો એવું કરવા માટે તમને ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ઓટો અપડેટ ફીચર ઓફ કરવાનું રહેશે. Google Play Store પર જઈને Settings પર ટેપ કરો. અહિયાં તમને Auto-update apps બટન દેખાશે. ત્યાં જઈને Auto-update apps over Wi-Fi only ઓપ્શન સિલેક્ટ કરો. હવે કોઈ પણ એપ ત્યારે જ અપડેટ થશે જ્યારે તમારો સ્માર્ટફોન વાઈ-ફાઈ સાથે કનેક્ટેડ હશે.

ઓનલાઈન વિડીયો અને મ્યૂઝિક સ્ટ્રીમ કરવામાં ઘણો જ ડેટા ખર્ચ થાય છે. મોબાઈલ ડેટા પર આ બધું કરવાથી બચો. તમે ફોન પર જ વિડીયો મ્યૂઝિક સ્ટોર કરી શકો છો. છતાં પણ તમારે સ્ટ્રીમીંગ કરવું છે તો સ્ટ્રીમીંગ ક્વોલીટી Low રાખો.