Home » Technology » ભારતમાં રૂ. ૨,૦૦૦નો સ્માર્ટફોન લાવવા માંગે છે સુંદર પિચાઈ

News timeline

Gujarat
4 hours ago

ફ્રેન્ચ ઓપન : અપસેટ ના થાય તો નડાલ અને યોકોવિચ સેમિફાઈનલમાં ટકરાશે

Entertainment
4 hours ago

ડીકેપ્રીઓના ગર્લફ્રેન્ડ નીના સાથે સંબંધો અંતે તૂટી ગયા

Bhavnagar
6 hours ago

ભાવનગરમાં જાલીનોટ છાપવાની ફેકટરી ઝડપાઈ

Entertainment
6 hours ago

નામકરણમાં રીમાની જગ્યા પર હવે રાગીણી શાહ

Cricket
7 hours ago

ફ્રેન્ચ ઓપન : ફેડરર સહિત ઘણા સ્ટાર ખેલાડી નહીં રમે

Bollywood
8 hours ago

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

Canada
9 hours ago

ઘોડાગાડી પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં ૩૪૦૦૦ સહી સાથે કયુબેકે પીટીશન દાખલ કરી

World
9 hours ago

જર્મનીના પ્રખ્યાત બીયર ફેસ્ટિવલ માટે સાત કિલોમીટર લાંબી પાઈપલાઈન નંખાઈ

India
9 hours ago

સેનાને મળી મોટી સફળતા, બુરહાન બાદ હિજબુલ મુજાહિદ્દીનની કમાન સંભાળતો સબજાર ઠાર મરાયો

Bangalore
9 hours ago

ઝારખંડમાં ૧૦૦ માઓવાદીઓેનો રેલવે સ્ટેશન પર હુમલો : આગ ચાંપી ભાગી ગયા

Ahmedabad
9 hours ago

હું કોંગ્રેસમાં જ છું ક્યાંય જવાનો નથી- શંકરસિંહ વાઘેલા

Entertainment
10 hours ago

મોની રાય અક્ષય સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર

ભારતમાં રૂ. ૨,૦૦૦નો સ્માર્ટફોન લાવવા માંગે છે સુંદર પિચાઈ

Google CEO સુંદર પિચાઈ સ્ટૂડન્ટસને મળવા ગુરુવારે IIT ખડગપુર ગયા હતા. આ દરમિયાન સ્ટૂડન્ટ સાથે વાતચીત દરમિયાન તેઓએ ડીજીટલ ઇન્ડીયા પર પણ પોતાનાં વિચાર રજૂ કર્યા છે.

સુંદર પિચાઈએ કહ્યું છે કે, ભારતની ડીજીટલ ક્ષમતાને ખત્મ થવાથી બચાવવા માટે સૌથી સારી સારું તે હોઈ શકે છે, તે ૨,૦૦૦ રૂપિયા સુધીનો સ્માર્ટફોન. એવો ફોન જેની પહોંચ દૂર ગામડા સુધી હોય, જેમાં અલગ-અલગ ભાષાઓમાં કામ થઇ શકે. તેનાથી મહિલાઓની ઈન્ટરનેટમાં ભાગીદારી વધારવામાં મદદ મળશે.

પિચાઈએ વાતચીત દરમિયાન કહ્યું છે કે, ‘અમે ૨,૦૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતવાળા એન્ટ્રી લેવલ સ્માર્ટફોન લાવવાની કોશિશમાં છીએ. ભારતને બદલવા માટે આ ઘણું જ જરૂરી છે. ભારતમાં અત્યારે પણ લોકો અંગ્રજી ઘણું ઓછુ બોલી શકે છે. તેવામાં વધારે સ્થાનીય ભાષાઓ સાથે જોડાવું પડશે. તેના માટે ગૂગલ કામ પણ કરી રહ્યું છે.’

તેમજ સુંદર પિચાઈનું આ પણ કહેવું છે કે ઈન્ટરનેટનાં ઉપયોગમાં મહિલાઓ ઓછી પહોંચ હોવાના લીધે એક મોટું કારણ જનરેશન ગેપ પણ છે. તેથી જ આપણે ગામડાની મહિલાઓને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનું શીખવી રહ્યા છીએ. સાથે જ લોકલ બિઝનેસને પણ ઓનલાઈન લાવવાની કવાયત ચાલી રહી છે.

સુંદર પિચાઈએ સ્પીચમાં પણ કહ્યું છે કે, ગૂગલ, ઈન્ટરનેટ કનેક્ટિવિટીને શ્રેષ્ઠ કરવાની દિશામાં ભારત સરકાર સાથે જોડાઈને કામ કરી રહ્યું છે. ભારતમાં આવનાર દિવસોમાં ઈકોનોમીની દ્રષ્ટીએ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે, એકરન એક, સ્ટાર્ટઅપ ખરેખર ઘણા અપ્રોચિંગ છે.