Home » Top News » વર્લ્ડ કપ : મેચ જોવા ૧૦ લાખ વિદેશી ફેન્સ રશિયા પહોંચશે

News timeline

Delhi
48 mins ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
13 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
13 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
16 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
16 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
20 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
20 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
20 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

વર્લ્ડ કપ : મેચ જોવા ૧૦ લાખ વિદેશી ફેન્સ રશિયા પહોંચશે

મોસ્કો  :  ફિફા વર્લ્ડ કપનુ આયોજન રશિયામાં કરવામાં આવ્યા બાદ સુરક્ષાને લઇને પણ તમામ તૈયારી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરક્ષા પર જોરદાર તૈયારી કરવામાં આવી છે. મેચો જોવા માટે રશિયામાં આ વખતે ૧૦ લાખથી વધારે ચાહકો પહોંચે તેવી શક્યતા છે. ફીફા વર્લ્ડ કપની મેચો રશિયાના ૧૧ શહેરોના ૧૨ મેદાન ખાતે રમાનાર છે. તમામ જગ્યાએ જોરદાર સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. વિશ્વ કપ દરમિયાન ત્રાસવાદી હુમલાને ટાળવા માટે પણ વિવિધ પગલા લેવામાં આવ્યા છે. બીજી બાજુ ફુટબોલ વિશ્વ કપની મેચો દરમિયાન કોઇ પણ પ્રકારની કોઇ હિંસક ઘટના ન બને તે માટે પણ તમામ તૈયારી કરવામાં આવી છે.

એફએશબી સ્થાનિક સુરક્ષાના વડા એલેક્સી લાવરિશચેવે કહ્યુ છે કે કેટલાક વર્ષોથી તૈયારી ચાલી રહી હતી. સુરક્ષાના કોઇ પણ પડકારોને પહોંચી વળવા માટે અમે તૈયાર છીએ. આ વખતે કેટલાક નવા સુરક્ષા પાસાથી ચાહકોને પસાર થવાની ફરજ પડશે. આ વખતે મેચ નિહાળવા માટે રશિયા પહોંચનાર ચાહકોને વિશ્વ કપની યજમાની કરનાર ૧૨ શહેરો પૈકી જે શહેરમાં મેચ જવા માટે જવાની જરૃર છે તે શહેરમાં જતા પહેલા પોલીસ સમીક્ષ તમામ માહિતી પુરી પાડવાની ફરજ પડશે.

આ ઉપરાંત રશિયામાં દરિયાઇ માર્ગ મારફતે થતા પ્રવાસમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આના કારણે સુરક્ષા પાસા પર ધ્યાન રાખવાની બાબત સરળ રહેશે. પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે આવતીકાલે રમાનાર છે. આવતીકાલની મેચ વેળા પણ લુજનિકી સ્ટેડિયમ ખાતે સુરક્ષાના ભાગરૃપે ૩૦૦૦૦૦ સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. યુદ્ધ વિમાનોનો કાફલો મોસ્કો પાસે તૈયાર રહેશે. અન્ય તમામ પ્રકારની તૈયારી પણ રાખવામાં આવી છે.