Home » Top News » થાઇલેન્ડ: ગુફામાંથી સહી સલામત નીકળ્યા 12 બાળકો અને કોચ, ઓપરેશન પૂર્ણ

News timeline

Gujarat
2 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
50 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

થાઇલેન્ડ: ગુફામાંથી સહી સલામત નીકળ્યા 12 બાળકો અને કોચ, ઓપરેશન પૂર્ણ

નવી દિલ્હી :    થાઇલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકોને નીકાળવાનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટસના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે આજે બીજા ચાર બાળકો અને કોચને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. આમ અત્યાર સુધીમાં કુલ 12 બાળકો અને કોચ સહિત તમામને બહાર કાઢવામાં આવ્યા. મંગળવારના રોજ મરજીવા અને બચાવ કર્મચારીઓને થાઇલેન્ડમાં ફરી એક વખત મિશન શરૂ કર્યું હતું.
સોમવાર સુધીમાં ગુફામાં ફસાયેલા 8 બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ કોચ સહિત 5 લોકો હજુ પણ ગુફાની 4 કિલોમીટર અંદર ફસાયેલા હતા. તેમાંથી પણ એક બાળકને નીકાળવામાં આવ્યા પછી અન્ય ત્રણ બાળકો અને કોચને પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે. મીડિયાકર્મીઓની એક એમ્બયુલન્સને ઠીક એવી જ રીતે રવાના થતી દેખાઇ જેવી રીતે પહેલાં રેસ્ક્યુ બાદ રવાના થયા હતા. સ્થાનિક મીડિયામાં એવા રિપોર્ટ્સ છે કે બાળકોની તબિયત સારી છે, પરંતુ 2 બાળકોને ન્યુમોનિયા થઇ ગયો છે.

મિશનમાં લાગેલા અધિકારીઓએ કહ્યું કે બાળક બહાર નીકળી ખૂબ ખુશ છે. બાળકો ભૂખ્યા છે અને મનપસંદ ડિશ ખાવા માંગે છે. કેટલાંક બાળકોને પસંદગીની બ્રેડ અને ચોકલેટ પણ માંગ્યા છે. જો કે બાળકોને માત્ર પૌષ્ટિક આહાર જ આપવામાં આવી રહ્યો છે.

મિશનના ચીફ નારોંગસક ઓસોતોકોર્નએ સોમવારના રોજ કહ્યું હતું કે ત્રીજા અભિયાનને શરૂ કરવા માટે કમ સે કમ 20 કલાકનો સમય જોઇએ, પરંતુ આ સમય હવામાન અને પાણીના સ્તરના હિસાબથી બદલાય શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બાળકોને તેમના માતા-પિતાથી હાલ દૂર રખાશે કારણ કે સ્વાસ્થ્ય અધિકારીઓને અત્યારે ઇન્ફેકશનનો ખતરો દેખાઇ રહ્યો છે.

થાઇલેન્ડના બાળકો અને ફૂટબોલ કોચની સુરક્ષિત વાપસી માટે દુનિયાભરમાં પ્રાર્થના થઇ રહી છે. બીજીબાજુ દુનિયાના કેટલાંય દેશોના મરજીવા અને નિષ્ણાતો બાળકોને સલામત કાઢવાના અભિયાનમાં થાઇલેન્ડ સરકારની મદદ કરી રહી છે. થાઇલેન્ડના વડાપ્રધાને ભારતનો પણ ખાસ આભાર માનતા કહ્યું કે ભારતીય દૂતાવાસથી સતત સમર્થન મળી રહ્યું છે અને ભારતમાં અમારા બાળકો માટે પ્રાર્થના થઇ રહી છે. ભારતીયોના પ્રત્યે આભારી છીએ.