Home » Headline News » ટ્રમ્પ ટ્વિટર પર સૌથી ૫.૨૦ કરોડ વધુ ફોલોઅર ધરાવતા નેતા

News timeline

Entertainment
27 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
2 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
2 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
5 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
6 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

ટ્રમ્પ ટ્વિટર પર સૌથી ૫.૨૦ કરોડ વધુ ફોલોઅર ધરાવતા નેતા

જિનિવા : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર સૌથી વધુ ૫.૨૦ કરોડ ફોલોઅર ધરાવતા વૈશ્વિક નેતા છે. ટ્રમ્પના ફોલોઅરની સંખ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા એક કરોડ વધારે છે. આ યાદીમાં વડાપ્રધાન મોદી પણ ચાર કરોડથી વધુ ફોલોઅર સાથે ત્રીજા નંબરે છે. ટ્રમ્પ પછી બીજા નંબરે પોપ ફ્રાન્સિસ છે, જે ૪.૫૦ કરોડ ફોલોઅર ધરાવે છે.

બર્સન કોહન એન્ડ વુલ્ફ નામની સ્વિસ કોમ્યુનિકેશન ફર્મ ‘ટ્વિપ્લોમસી’ નામે એક રસપ્રદ અભ્યાસ કરીને એક રસપ્રદ અહેવાલ તૈયાર કર્યો છે. ટ્રમ્પે છેલ્લાં એક જ વર્ષમાં ફોલોઅર્સ સાથે ૨૬.૪૫ કરોડ વખત સંવાદ કર્યો છે. આ મામલામાં વડાપ્રધાન મોદી બીજા અને પોપ ફ્રાન્સિસ ત્રીજા ક્રમે છે. ટ્રમ્પની સરખામણીમાં વડાપ્રધાન મોદી ફોલોઅર્સ સાથે ફક્ત વીસ ટકા સંવાદ જ કરે છે. એવી જ રીતે, પોપ ફ્રાન્સિસ કરતા પણ ટ્રમ્પનો ફોલોઅર્સ સાથેનો સંવાદ ૧૨ ટકા વધારે છે. યુરોપમાં ટ્વિટર પર સૌથી વધારે ૫૭ લાખ ફોલોઅર ધરાવતા નેતા બ્રિટનના થેરેસા મે છે.

ત્યાર પછી ૩૬ લાખ ફોલોઅર સાથે બ્રિટીશ રોયલ ફેમિલી બીજા ક્રમે છે. ફ્રાંસના પ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોન ફક્ત ૩૦ લાખ ફોલોઅર્સ ધરાવે છે. આ યાદીમાં સૌથી ઓછા ટ્વિટ કરવામાં સાઉદી અરેબિયાના પ્રિન્સ સલમાન સૌથી આગળ છે. તેમણે મે ૨૦૧૭થી મે ૨૦૧૮ સુધી ફક્ત ૧૧ ટ્વિટ કર્યા છે. જોકે, તેમની એક ટ્વિટ સરેરાશ ૧,૪૫,૨૯૪ વખત રિટ્વિટ થઇ છે. આ મામલામાં પ્રિન્સ સલમાન સૌથી આગળ છે, જ્યારે ટ્રમ્પની એક ટ્વિટ સરેરાશ ૨૦,૩૧૯ વખત રિટ્વિટ થઇ છે.