Home » World » ઓસ્ટ્રેલિયામાં આઠ વર્ષની મહેનત પછી ૬૦૦ કિલોનો મહાકાય મગર પકડાયો

News timeline

Gandhinagar
1 day ago

ભાજપના નેતાઓ અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જવા રાજી નથી

Business
1 day ago

ફ્લિપકાર્ટના CEO, ચેરમેન પદેથી બિન્ની બંસલનું રાજીનામું

Ahmedabad
1 day ago

છારાનગર પોલીસ દમન કેસમાં JCP, DCP અને PI વિરુધ્ધ વોરંટ

Business
1 day ago

PSBsમાંથી નોમિની દૂર કરવા RBI માંગણી કરશે

Breaking News
1 day ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Beauty
1 day ago

ચહેરા પર બ્લીચ કરતી વખતે ધ્યાનમાં રાખો આ ખાસ બાબતો

Breaking News
1 day ago

ટ્રમ્પની ટ્વિટથી ક્રૂડ તૂટીને 9 મહિનાના તળિયે

Business
1 day ago

USમાં કેસના કારણે સન ફાર્માને 219 કરોડની ખોટ

Breaking News
1 day ago

ઈ-કોમર્સ કંપનીઓએ ભારે વ્યાજ સાથે ચૂકવવી પડશે પેનલ્ટી

Ahmedabad
1 day ago

એલિસબ્રિજના યુવકે રિવોલ્વર બતાવી કહ્યું સબંધ નહી રાખે તો મારી નાખીશ

Delhi
2 days ago

1 વર્ષમાં ડિજિટલ પેમેન્ટમાં 100 ટકાનો વધારો

Top News
2 days ago

કેલિફોર્નિયાની વિનાશક આગનો મૃત્યુઆંક વધીને 42ને પાર: અનેક લોકો લાપતા

ઓસ્ટ્રેલિયામાં આઠ વર્ષની મહેનત પછી ૬૦૦ કિલોનો મહાકાય મગર પકડાયો

સિડની :  ઓસ્ટ્રેલિયામાં આઠ વર્ષની મહેનત પછી  ૬૦૦ કીલોનો એક  મહાકાય સોલ્ટવોટર મગર અંતે પકડાઇ ગયો હતો, એમ અધિકારીઓએ આજે કહ્યું હતું. ૪.૭ મીટર એટલે કે ૧૫.૪ ફુટ લાંબો આ મગર સૌ પહેલા ૨૦૧૦માં દેખાયો હતો અને ત્યાર પછીથી ઉત્તરી કેથેરિનમાંથી ટ્રેપ દ્વારા પકડી પડાયો હતો. સત્તાવાળાઓએ વર્ષો સુધી એને પકડવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. મગરની વય અંદાજે ૬૦ વર્ષની હોવાનું મનાય છે. ‘તેને પકડવું ખૂબજ મુશ્કેલ હોવાથી અમે તેને અનેક નામ આપ્યા હતા’એમ વન્યજીવન અધિકારી જોન બુર્કેએ કહ્યું હતું.’એને પકડવું એ થ્રીલ હતું,

પમ સાથે સાથે તમારે એ પ્રાણીની સાઇઝની પણ પ્રશંસા કરી રહી અને તે કેટલો ધરડો છે? તમારે એને માન તો આપવું જ જોઇએ’એમ એક અધિકારીએ કહ્યું હતું. એને પકડીને ક્રોકોડાઇલ ફાર્મમાં લઇ જવાયો હતો અને માનવીય વસાહતથી દૂર રખાયો હતો, એમ નોર્ધર્ન ટેરેટેરી વાઇલ્ડ ઓપરેશન્સના વડા ટ્રેસી ડલડિંગે કહ્યું હતું.  દર વર્ષે સરેરાશ બે મનુષ્યોને આ મગરો ભરખી જાય છે. સિત્તેરના દાયકામાં તેને સંરક્ષિત પ્રાણી જાહેર કર્યા પછી મગરોની વસ્તીમાં ખૂબ વધારો થયો હતો. પરંતુ ગયા વર્ષે એક વૃધ્ધ મહિલાને મગરે મારી નાંખતા મગરોની સંખ્યાને નિયંત્રિત કરવાની માગ ઉઠવા પામી હતી.