Home » World » ઇંગ્લેન્ડમાં ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ જોતાં અકસ્માત કરનારને છ વર્ષની જેલ

News timeline

Ahmedabad
12 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
1 hour ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
5 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

ઇંગ્લેન્ડમાં ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ જોતાં અકસ્માત કરનારને છ વર્ષની જેલ

લંડન :  ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ કેવા પરિણામ લાવી શકે છે તેનો દાખલો જોવા મળ્યો હતો. ઉત્તરી ઇંગ્લેન્ડમાં  ભારતીય મૂળના એક ગુજરાતીએ ચાલુ કારમાં મોબાઇલમાં ટેક્સ મેસેજ વાંચવાનો પ્રયાસ કરતાં  માર્ગ અકસ્માત સર્જાયો હતો અને બે મહિલાઓ ગુજરી ગઇ હતી. ૨૬ વર્ષના મોહમ્મદ પટેલને છ વર્ષની સજા કરાઇ હતી અને નવ વર્ષ સુધી ડ્રાઇવિંગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. લેંકેશાયરમાં પ્રેસ્ટનમાં  મોહમ્મદ પટેલ પોતાનો મોબાઇલ ચેક કરી રહ્યો હતો અને તેને ખબર જ ના પડી કે શેલ્બી મહેર અને રાચેલ મુર્ફી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.

મુર્ફી ઘટના સ્થળે જ અવસાન પામી હતી જ્યારે માહેરનું હોસ્પિટલમાં અવસાન થયું હતું. આ અકસ્માતમાં એક તરૃણી પણ ઘવાઇ હતી જ્યારે પાંચ સહેલીઓ રસ્તો ક્રોસ કરી રહી હતી. ગંભીર રીતે ઘવાયેલી તરૃણીને એક સપ્તાહ સુધી હોસ્પિટલમાં રાખવી પડી હતી. પ્રેસ્ટન ક્રાઉન કોર્ટે મોહમ્મદ પટેલને છ વર્ષની સજા આપી હતી.

‘કોઇ પણ મેસેજ એટલો અરજન્ટ ના હોય કે જેના કારણે બે જણાના જીવ જાય.એ વાત સ્પષ્ટ છે કે આરોપી કાર ચલાવતી વખતે સામે આવતી બે મહિલાઓને જોઇ શક્યો નહતો’એમ જજ અલ્થામે કહ્યું હતું. પટેલનો ફોન ચેક કરતાં ઘટસ્ફોટ થયો હતો કે અકસ્માત વખતે તેણે પોતાની સ્ત્રી મિત્રને મેસેજ મોકલ્યો હતો કે તું ક્યાં છો? કોર્ટને કહેવામાં આવ્યું હતું કે તેણે અકસ્માતના ૪૨ સેંકડ પછી ૯૯૯ ઇમરજન્સી સેવાને ફોન કર્યો હતો. એ જ વખતે કાર ચલાવી રહેલા એક અન્ય ડ્રાઇવરે કોર્ટને કહ્યું હતું કે પટેલ અકસ્માત  વખતે મોબાઇલમાં કંઇ લખી રહ્યો હતો.