Home » Headline News » પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝના પુત્રો બ્લેકલિસ્ટ:પાસપોર્ટ બ્લોક કરાયા

News timeline

Ahmedabad
11 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
60 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝના પુત્રો બ્લેકલિસ્ટ:પાસપોર્ટ બ્લોક કરાયા

ઇસ્લામાબાદ :  પાકિસ્તાનના સત્તાવાળાઓએ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પુત્રો હસન અને હુસેનને બ્લેકલિસ્ટ કરતાં તેઓ હવે તેઓ પાકિસ્તાની પાસપોર્ટ પર મુસાફરી કરી શકશે નહીં. લંડનનમાં રહેતા શરીફના બંને પુત્રો સામે જુલાઇ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતા હતા, પરંતુ ભ્રષ્ટાચારના ત્રણ કેસ પૈકી એક પણ કેસમાં હાજર રહ્યા ન હતા.ભ્રષ્ટાચાર વિરોધી સસ્થા નેશનલ એકાઉન્ટીબીલીટી બ્યુરો(એનબીએ) દ્વારા બંનેને એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાં મૂકવા વિનંતી કરી હતી જેની પર રખેવાળ સરકારે કોઇ નિર્ણય લીધો નથી.

એમબીએ દ્વારા ઇમિગ્રેશન એન્ડ પાસપોર્ટ ડાયરેકટરને ફરીથી વિનંતી કરાતા તેમના પાસપોર્ટ બ્લોક કરવા વિનંતી કરી હતી. ગયા સપ્તાહે ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ હસન અને હુસેન સામે રેડ કોર્નર નોટીસ કાઢવા ઇન્ટરપોલ સમક્ષ રજૂઆત કરી હતી. એકાઉન્ટીબીલીટી કોર્ટે એવેનફિલ્ડના સંદર્ભમાં તેમની વિરૃધ્ધ વોરન્ટ કાઢ્યા હતા અને શરીફના બંને દિકરાઓને કોર્ટ સમક્ષ હાજર કરવા આદેશ કર્યો હતો.

કોર્ટે તેમની વિરૃધ્ધ બિન જામીન પાત્ર વોરન્ટ પણ ઇશ્યું કર્યા હતા. ગયા મહિને કોર્ટે નવાઝ શરીફને ભ્રષ્ટાચાર કેસમાં દસ વર્ષની જેલની સજા ફટકારી હતી તો એમની પુત્રી મરિયમને સાત વર્ષની સજા કરી હતી. ઉપરાંત કોર્ટે શરીફ પર ૮૦ લાખ અને મરિયમ પર ૨૦ લાખ પાઉન્ડનો દંડ પણ કર્યો હતો.પનામા પેપર્સમાં નામ હોવાના કારણે  શરીફને ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે વડા  પ્રધાન પદેથી ગેરલાયક ઠેરવ્યા હતા.