Home » Top News » અમેરિકા 23 ઓગસ્ટથી ચીનની વધુ 16 અબજ ડોલરની વસ્તુઓ પર 25 ટકા ડયૂટી નાખશે

News timeline

Bollywood
12 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
12 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
15 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
15 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
19 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
19 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
19 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
23 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
24 hours ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
24 hours ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
1 day ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

અમેરિકા 23 ઓગસ્ટથી ચીનની વધુ 16 અબજ ડોલરની વસ્તુઓ પર 25 ટકા ડયૂટી નાખશે

વોશિંગ્ટન, : વિશ્વના બે સૌૈથી મોટા અર્થતંત્ર વચ્ચે વેપાર યુદ્ધ તેજ બની ગયું છે. અમેરિકાએ ૨૩ ઓગસ્ટથી ચીનની વધુ ૧૬ અબજ ડોેલરની વસ્તુઓ પર ૨૫ ટકા આયાત ડયૂટી નાખવાની જાહેરાત કરી છે. સત્તામાં આવ્યા પછી ટ્રમ્પ વહીવટી તંત્રે ચીન સાથે વેપારને કારણે થતી વેપાર ખાધ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. અમેરિકાએ બીજી વખત ચીનની વસ્તુઓ પર મોટા પ્રમાણમાં આયાત ડયૂટી વધારી છે. આ અગાઉ અમેરિકાએ ૬ જુલાઇના રોજ ચીનની ૩૪ અબજ ડોલરની વસ્તુઓ પર આયાત ડયૂટી વધારી હતી.

અમેરિકાએ ચીન પર આરોપ મૂક્યો છે કે તે અમેરિકા સાથે અયોગ્ય રીતે વેપાર કરે છે. વેપાર યુદ્ધ શાંત પાડવા અમેરિકા અને ચીન વચ્ચે થયેલી મંત્રણામાં કોઇ ઉકેલ મળ્યો નથી અને બંને દેશો એકબીજાની વસ્તુઓ પર ડયૂટી વધારવાની ધમકીઓ આપ્યા કરે છે. ટ્રમ્પે આ મહિનાની શરૃઆતમાં જ ચીનની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ૨૫ ટકા આયાત  ડયૂટી નાખવા ઓફિસ ઓફ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવને નિર્દેશ આપ્યા હતાં. બીજી તરફ ચીને પણ ધમકી આપી છે કે જો અમેરિકા ચીનની વસ્તુઓ પર ડયૂટી વધારશે તો અમે પણ અમેરિકાની વસ્તુઓ પર આયાત ડયૂટી વધારીશું.