Home » World » ગાંધીજી PM પદે ઝીણાને ઇચ્છતા હતા પણ નેહરુ ન માન્યા: દલાઈ લામા

News timeline

Ahmedabad
10 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
59 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

ગાંધીજી PM પદે ઝીણાને ઇચ્છતા હતા પણ નેહરુ ન માન્યા: દલાઈ લામા

પણજી :  બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ કહ્યું હતું કે, ‘જવાહરલાલ નેહરુનું વલણ સ્વકેન્દ્રી હોવાને કારણે તેઓ પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. અન્યથા મહાત્મા ગાંધીની ઇચ્છા હતી કે મોહમ્મદઅલી ઝીણા ભલે વડાપ્રધાન બનતા.’ તેમણે દાવો કર્યો હતો કે, જો મહાત્મા ગાંધીની ઇચ્છા પૂર્ણ થઈ હોત તો કદાચ ભારતના ભાગલા પડયા ન હોત. પણ ઘણીવાર ઘણી ભૂલ બનીને જ રહેતી હોય છે. તેઓ ગોવાના શાંખાલીમ શહેરમાં એક પ્રસંગે યોજાયેલી સભાને સંબોધી રહ્યા હતા. એક વિદ્યાર્થીએ પૂછેલા સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, ખરેખર રાજાશાહીકે સામંતશાહી રાજ્ય પ્રણાલી ઘણી ચડિયાતી, સારી છે.

કેમ કે રાજાશાહીમાં નિર્ણય લેવાનો અધિકાર માત્ર ગણ્યા ગાંઠયા લોકોના હાથમાં જતો રહે છે. તેમણે ઉમેર્યું હતું કે, જવાહરલાલ નેહરુ ખૂબ અનુભવી, ખૂબ ડાહ્યા બુદ્ધિમાન હતા. થોડા આત્મકેન્દ્રી હોવાથી તેમણે વડાપ્રધાન બનવાનો આગ્રહ સેવ્યો જેના કારણે દેશના ભાગલા પડયા અન્યથા દેશ અખંડ રહ્યો હોત. તેમણે પોતે પંડિત નેહરુને સારી રીતે ઓળખતા હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, ક્યારેક આવી ભૂલ થતી જ હોય છે, થઈને જ રહે છે.

તેમણે પોતાના તિબેટ છોડીને ભાગી છૂટવાનો દિવસ યાદ કરતા જણાવ્યું હતુ કે, મને ખાતરી હતી કે હું અહીં સલામત નથી. તેથી ૧૭મી માર્ચ ૧૯૫૯ની રાત્રે અમે તિબેટથી ભાગી છૂટયા હતા. ભારત વચ્ચે ૧૯૫૬માં જન્મેલી સમસ્યાના કારણે અમારે ભાગી નીકળવું પડયું હતું. કેમ કે તિબેટ- ચીન વચ્ચેની સમસ્યા વધતી જતી હતી.