Home » World » ખાલિસ્તાન તરફી રેલીને મંજૂરી અને ભારતના સમર્થનમાં નીકળનારી રેલીને ના

News timeline

Bollywood
12 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
12 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
15 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
15 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
19 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
19 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
19 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
23 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
24 hours ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
24 hours ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
1 day ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

ખાલિસ્તાન તરફી રેલીને મંજૂરી અને ભારતના સમર્થનમાં નીકળનારી રેલીને ના

લંડન :  લંડનના પાકિસ્તાની મૂળના મેયર સાદિક ખાનનો ભારત વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો છે. મેયર સાદિક ખાને લંડનના ટ્રેફલગર સ્કવેર પર ખાલિસ્તાનનુ સમર્થન કરતી રેલને મંજુરી આપી દીધી છે. તેની સામે ભારતના સમર્થનમાં યોજાનારી રેલીને મંજૂરી આપવામાં આવી નથી. ખાલિસ્તાન તરફી રેલી 3થી સાંજ સુધી યોજાશે.આ સમયે બપોરે 1થી 4 દરમિયાન ભારતના સમર્થનમાં યોજનારી રેલીને મંજૂરી નહી અપાય. ભારતના એક અંગ્રેજી અખબારને મેયરના પ્રવક્તાએ ઉપરોક્ત જાણકારી આપી હતી.

તેમણે કહ્યું હતું કે ભારત સમર્થક રેલી પાસે મંજુરી નથી એટલે તેને પરવાનગી આપી નથી. જ્યારે ખાલિસ્તાન સમર્થક રેલીનુ આયોજન અમેરિકાની શિખ ફોર જસ્ટીસ ફોરમ દ્વારા કરાયુ છે. જેનો હેતુ 2020માં પંજાબની સ્વતંત્રતા માટે એક જનમત સંગ્રહ કરાવવા અંગેની જાગૃતતા ફેલાવવાનો છે. તેની સામે ભારતીયોએ ભારત સમર્થક રેલી કાઢવાનુ નક્કી કર્યુ છે. આ રેલી ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે નીકળશે. આ માટે ફેસબૂક પર 6 મહિનાથી પ્રચાર થઈ રહ્યુ છે. રેલીના આયોજકોનુ કહેવુ છે કે અમારે કોઈ મંજુરીની જરૂર નથી. આઝાદી પર્વની ઉજવણી કરતા અમને કોઈ રોકી નહી શકે. અમે પોલીસને કહ્યું છે કે ઉજવણી થઈને રહેશે.