Home » World » ચીનના હેકરોએ કરી સાત અમેરિકી કંપનીઓની જાસૂસી

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

ચીનના હેકરોએ કરી સાત અમેરિકી કંપનીઓની જાસૂસી

ન્યૂયોર્ક : અમેરિકાની એક પ્રમુખ સુરક્ષા કંપનીએ કહ્યું કે, અમેરિકા અને ચીનની વચ્ચે એકબીજાની સાયબર જાસૂસી ના કરાવવાની સહમતિ છતાં ચીનના હેકરોએ ઓછામાં ઓછી સાત અમેરિકી કંપનીઓની જાસૂસી કરી છે. સુરક્ષા કંપની ક્રાઉડ સ્ટ્રાઈક ઇન્કના સહ સંસ્થાપક દમિત્રી અલ્પેરોવિએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ૨૬ સપ્ટેમ્બરે પાંચ ટેકનોલોજી અને બે દવાઈ કંપનીઓના સોફ્ટવેરને હેક કરવાનો પ્રયત્ન કર્યો છે.

જો કે, રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગત ૨૫ સપ્ટેમ્બરે કહ્યું હતું કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગે આ વાત પર સહમતિ વ્યક્ત કરી હતી કે, ચીનની સરકાર ઘરેલું વ્યવસાય માટે સુચનાઓની ચોરી કરવા માટે કોઈ હેકરનું સમર્થન કરતી નથી. અલ્પેરોવિચે કહ્યું કે, અમેરિકાની સાત કંપનીઓના જાસૂસીમાં જે પ્રકારે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી ખબર પડે છે કે, હેકર ચીનની સરકાર સાથે સંબંધિત છે. ઓબામા પ્રશાસને એક અધિકારીને જણાવ્યું કે, સરકારને આ ઘટના વિશે ખબર છે પરંતુ તેમણે જાસૂસીને નિશાન બનાવનાર કંપનીઓના નામ આપવાનો ઇન્કાર કરી દીધો છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી આ સંબંધમાં કોઈ પ્રતિક્રિયા તાત્કાલિક આવી નથી.