Home » Headline News » યુએસના કોલસેન્ટર કૌભાંડમાં ૭ ભારતીય, ૫ બીપીઓ દોષિત ઠર્યા

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

યુએસના કોલસેન્ટર કૌભાંડમાં ૭ ભારતીય, ૫ બીપીઓ દોષિત ઠર્યા

શિકાગો : અમેરિકામાં આચરવામાં આવેલા ૫૫ લાખ કરોડનાં કોલસેન્ટર કૌભાંડમાં અમેરિકાનાં ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા શુક્રવારે ૭ ભારતીય સહિત ૧૫ લોકોને અને ગુજરાતનાં ૫ BPOને દોષિત ઠરાવવામાં આવ્યા છે. આ કોલસેન્ટર્સ અને વ્યક્તિઓ દ્વારા અમેરિકાનાં ૨૦૦૦ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. કૌભાંડમાં સંડોવાયેલા કોલ સેન્ટરનાં ઓપરેટર્સ દ્વારા કૌભાંડનો ભોગ બનેલી સંભવિત વ્યક્તિને ઈન્ટરનલ રેવન્યૂ ર્સિવસના બોગસ અધિકારી બનીને કે અન્ય રીતે પે ડે લોનની ઓફર કરવામાં આવતી હતી. આ પછી ભોગ બનેલી વ્યક્તિને થોડા દિવસ પછી સરકારનો ટેક્સ અને દંડ નહીં ચૂકવવા માટે ધરપકડની કે કેદની સજાની કે દંડની ધમકીઓ આપવામાં આવતી હતી અને તેમની પાસેથી ડોલર પડાવવામાં આવતા હતા.

આ કૌભાંડનાં સંદર્ભમાં ગુરુવારે અમેરિકામાં ૭ લોકોને પકડવામાં આવ્યા હતા. સાત ભારતીયો અને ગુજરાતના અમદાવાદનાં પાંચ BPOની કથિત સંડોવણી માટે તેમને પણ દોષિત ઠરાવાયા હતા. અમદાવાદના કોલ સેન્ટર્સનો ઉપયોગ કરીને ભારતમાંથી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. યુએસ એટર્ની બયુંગ જે પાકે કહ્યું હતું કે ભારતીય લોકોને તેમજ BPOને સામેલ કરીને અમેરિકાનાં નાગરિકોને છેતરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં આવેલા કોલ સેન્ટર્સ અને BPO દ્વારા ૨૦૧૨થી ૨૦૧૬ વચ્ચે અમેરિકાનાં નાગરિકોને ખોટા ફોન કરીને IRS કે USCISના અધિકારી તરીકે ધમકીઓ આપીને પૈસા પડાવવામાં આવતા હતા. આમાં વૃધ્ધ અમેરિકનો અને કાનૂની ઈમિગ્રન્ટસને શિકાર બનાવવામાં આવ્યા હતા. બ્રોકર્સ અને અન્ય સોર્સ પાસેથી ડેટા મેળવીને ટેક્સ કે દંડ ન ભરે તો તેમને પકડવાની ધમકીઓ અપાઈ હતી. જો કૌભાંડનો ભોગ બનનાર પૈસા જમા કરાવવા તૈયાર થાય તો અમેરિકામાં તેમના સાથીઓનો સંપર્ક સાધીને મની ગ્રામ કે વેસ્ટર્ન યુનિયન દ્વારા વાયરથી પૈસા ટાન્સફર કરવા કહેવામાં આવતું હતું અને કૌભાંડીઓનાં ખાતામાં પૈસા જમા કરાવવામાં આવતા હતા અને મની લોન્ડરિંગ દ્વારા પૈસાની હેરાફેરી કરાતી હતી.