Home » World » ચીનની ચાલ : નેપાળને બંદર, લેન્ડ પોર્ટનો ઉપયોગ કરવા મંજૂરી આપી

News timeline

Bollywood
30 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

ચીનની ચાલ : નેપાળને બંદર, લેન્ડ પોર્ટનો ઉપયોગ કરવા મંજૂરી આપી

કાઠમાંડુ : ભારતીય ઉપખંડના દેશોમાં ભારતનો પ્રભાવ ઘટાડવા સતત પ્રયાસરત રહેતા ચીને ખંધી ચાલ રમતાં નેપાળને વેપાર માટે પોતાના ચાર બંદર અને ૩ લેન્ડ પોર્ટનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે. આ સાથે જ નેપાળના વેપારમાં પ્રવર્તતી ભારતની મોનોપોલીનો અંત આવી ગયો છે. ચીનના આ નિર્ણયથી ચારેતરફ જમીનથી ઘેરાયેલા નેપાળની આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારત પરની નિર્ભરતા નજીવી બની રહેશે. ભારતના પડોશી દેશોમાં વગ વધારવા ચીન પહેલાં મોટાપાયે ઋણ આપી રહ્યો હતો અને હવે તેણે પોતાના સંસાધનોના ઉપયોગની મંજૂરી આપવાનું શરૂ કરી દીધું છે.

કાઠમાંડુ અને બેઇજિંગે ટ્રાન્ઝિટ પ્રોટોકોલ તૈયાર કરી દીધો છે જેના પગલે નેપાળને ચીન અને વિદેશો સાથે વેપાર માટે ચીની બંદરોનો ઉપયોગ કરવાની પરવાનગી મળી છે. ગુરુવારે રાત્રે નેપાળ અને ચીનના અધિકારીઓએ આ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યાં હતાં. નવી વ્યવસ્થા અંતર્ગત ચીન નેપાળને આંતરરાષ્ટ્રીય વેપાર માટે વૈકલ્પિક જમીન અને દરિયાઇ માર્ગ ઉપલબ્ધ કરાવશે. ચીની અધિકારી તિબેટમાં શિગાટ્સના રસ્તે નેપાળનો સામાન લઇ જતા ટ્રકો અને કન્ટેનરોને પરમિટ આપશે. નેપાળના વાણિજ્ય સંયુક્ત સચિવ રવિશંકર સૈજુએ જણાવ્યું હતું કે, વિદેશ વેપાર માટે નેપાળી વેપારીઓને ચીનના બંદરો સુધી પહોંચવા રેલ અથવા સડકમાર્ગનો ઉપયોગ કરવાની પરવાનગી અપાઇ છે.
૨૦૧૫માં નેપાળમાં મધેસી આંદોલન થયું હતું. તે દરમિયાન નેપાળમાં રોજિંદી જરૂરિયાતની વસ્તુઓની તીવ્ર અછત સર્જાઇ હતી. આ આંદોલન બાદ નેપાળે ભારત પરનો આધાર ઘટાડવા પર વિચારણા શરૂ કરી દીધી હતી. તેનો લાભ ઉઠાવી ચીને નેપાળ સાથેના સંબંધ મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું હતું.