Home » World » ટ્રમ્પની શપથ વિધિમાં જંગી ભીડ દર્શાવતી તસવીરો મોર્ફ કરાઈ હતી

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ટ્રમ્પની શપથ વિધિમાં જંગી ભીડ દર્શાવતી તસવીરો મોર્ફ કરાઈ હતી

વૉશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ વખતે જંગી ભીડ એકઠી થઈ હોવાની તસવીરો પ્રસિદ્ધ થઈ હતી. જોકે, ફ્રિડમ ઓફ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ કરાયેલી તપાસમાં બહાર આવ્યું છે કે, હકીકતમાં ટ્રમ્પની શપથ વિધિમાં દેખાતી જંગી ભીડની તસવીર મોર્ફ કરવામાં આવી હતી.

વૉશિંગ્ટનમાં આયોજિત ટ્રમ્પની શપથ વિધિમાં ઓબામા કરતા ખૂબ ઓછા લોકો ભેગા થયા હતા. વ્હાઈટ હાઉસના ફોટોગ્રાફરે તેની તસવીરો પણ ક્લિક કરી હતી, જેમાં અનેક જગ્યાએ દર્શકો દેખાતા સુદ્ધાં ન હતા. ત્યાર પછી ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યાની પહેલી સવારે એ તસવીરો જોઈ હતી. એ તસવીરો જોતા જ તેઓ ગુસ્સે થયા હતા.

આ દરમિયાન વ્હાઈટ હાઉસના તત્કાલીન પ્રેસ સેક્રેટરી સીન સ્પાઇસરે નેશનલ પાર્ક સર્વિસના ડિરેક્ટર માઇકલ રેનોલ્ડ્સને ફોન કરીને વધુ ‘સારી’ તસવીરો મોકલવા વિનંતી કરી હતી. આ બંને અધિકારીઓ વચ્ચે ફોન કૉલ્સ પણ થયા હતા. એટલું જ નહીં, ટ્રમ્પે પણ રેનોલ્ડ્સને કૉલ કર્યા હતા. જોકે, ટ્રમ્પના આદેશ પછી કઈ તસવીરો મોર્ફ કરાઈ હતી એ વિશે ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ તેઓ ગુસ્સે થયા પછી તસવીરમાં દર્શકો વિના ખાલીખમ દેખાતો ભાગ કાઢી નાંખવામાં આવ્યો હતો.

આ તસવીરો મીડિયામાં પ્રસિદ્ધ કરીને ‘અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ શપથવિધિમાં સૌથી જંગી ભીડ એકઠી થઈ’ હોવાનો દાવો કરાયો હતો.