Home » Top News » ઉત્તર કોરિયાની પરેડમાંથી પરમાણુ મિસાઈલો ગાયબ

News timeline

Bollywood
1 hour ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
4 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
10 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
12 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
12 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
12 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

ઉત્તર કોરિયાની પરેડમાંથી પરમાણુ મિસાઈલો ગાયબ

પ્યોંગયાંગ : ઉત્તર કોરિયાએ ૭૦મા સ્થાપના દિવસ નિમિત્તે રાજધાની પ્યોંગયાંગમાં ભવ્ય પરેડ યોજી હતી. આ પરેડમાં ઉત્તર કોરિયાએ અમેરિકા સાથેના સંબંધને ધ્યાનમાં રાખીને ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલોનું પ્રદર્શન નહોતું કર્યું. એટલું જ નહીં, આ પરેડમાં કિમ જોંગ ઉનના આદેશ પ્રમાણે ઉત્તર કોરિયાએ સ્થાનિક અર્થતંત્રને વેગવંતુ રાખવામાં સાથ આપનારા આમ આદમીને વધારે મહત્ત્વ આપ્યું હતું.

જોકે, આ કાર્યક્રમમાં કિમ જોંગ ઉને ભાષણ નહોતું આપ્યું. આ દરમિયાન ચીન સંસદના વડા અને ઉત્તર કોરિયાના મિત્ર દેશોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. ઉત્તર કોરિયન સંસદના વડા કિમ યોંગ નામે એક ભાષણ આપ્યું હતું, પરંતુ તેમાં તેમણે અમેરિકાનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. ઊલટાનું એ ભાષણમાં ઉત્તર કોરિયાના નેતાઓએ ફક્ત આર્થિક નીતિઓ વિશે વાત કરવાનું યોગ્ય માન્યું હતું.

આ કાર્યક્રમની ઉત્તર કોરિયાએ એક પણ તસવીર જારી કરી નથી, પરંતુ એક સરકારી ફોટો જર્નાલિસ્ટ પરેડને કવર કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ પરેડમાં ટેન્ક અને કેટલીક નાની-મોટી મિસાઈલો જરૂર દેખાઈ હતી, પરંતુ અત્યાધુનિક શસ્ત્રો દર્શાવીને શક્તિ પ્રદર્શન કરાયું ન હતું.

આંતરરાષ્ટ્રીય રાજકારણના નિષ્ણાતોનું માનવું છે કે, કિમ જોંગ ઉને આ પરેડમાં સંકેત આપ્યો છે કે તેઓ અમેરિકા સાથે સારા સંબંધ ઈચ્છે છે. કિમ જોંગ ઉન અને અમેરિકન પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પ વચ્ચે સિંગાપોરમાં યોજાયેલી બેઠકમાં પણ બંને નેતાઓએ એકબીજા સાથે મિત્રાચારીભર્યું વર્તન કર્યું હોવાની દુનિયાએ નોંધ લીધી હતી.