Home » Headline News » મેક્સિકોમાં 166 મૃત્યુદેહ સાથેની સામુહીક કબર મળી : ડ્રગ ગેંગ વોરની શંકા

News timeline

India
23 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

મેક્સિકોમાં 166 મૃત્યુદેહ સાથેની સામુહીક કબર મળી : ડ્રગ ગેંગ વોરની શંકા

કોટ્ઝાકોલકસ : મેક્સિકોના સત્તાવાળાઓને વેરાક્રુઝ રાજ્યમાં એક સામુહિક કબર મળી હતી જેમાંથી ૧૬૬  મૃત્યુદેહ મળ્યા હતા.  ડ્રગ વેચતી ટોળકીઓ વચ્ચે ગેંગ વોર માટે આ વિસ્તાર કુખ્યાત છે મૃત્યુદેહ પણ  બે ટાળકીઓ વચ્ચેની અથડામણનું પરિણામ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.મેક્સિકોની પૂર્વ તરફના રાજ્યનો સૌથી વ્યસ્ત બંદર તેના સત્તાની સાઠમારી અને ડ્રગના માફિયાઓ માટે જાણીતું છે.

૨૦૧૦થી ૨૦૧૬ દરમિયાન ગવર્નર ડુઆરેટના શાસનમાં  બે અધિકારીઓને પકડી લેવામાં આવ્યા હતા જેઓ બિનવાંચ્છીંગ વ્યક્તિનો પકડીને મારી નાંખતાં. હાલમાં તે બંને અધિકારીઓ અને તે વખતના શાસક ડુઆરેટ જેલમાં બંધ છે. અહીંયા અનેક વખતે ગેંગવોરમાં એક બીજા પર બોમ્બ પણ ઝાંકવામાં આવેલા.’એક કબરમાંથી ૧૬૬ મૃત્યુદેહ  મળ્યા હતા. વેરાક્રુઝમાંથી આ અગાઉ પણ કબરો મળી હતી’એમ વેરાક્રુઝના સરકારી વકીલ જોર્ગ વિન્કલરે કહ્યું હતું.

તેમના અનુસાર અગાઉ આટલી મોટી સંખ્યામાં ક્યારે પણ કંકાળ મળ્યા નહતા. આ કબર મધ્ય વેરક્રુઝમાં આવેલી છે, પરંતુ તેની ચોક્કસ જગ્યા અંગે માહિતી આપલા સત્તાવાળા તૈયાર નહતા.ઘટના સ્થળે ફોરેન્સિક નિષ્ણાતો સઘન તપાસ કરી રહ્યા હતા.

વિન્કરલે કહ્યું હતું કે  આઠમી ઓગસ્ટે શરૂ કરેલી ખોદકામ કામગીરી દરમિયાન તપાસકર્તાઓને કબરમાંથી કપડાંના ૨૦૦ નંગ,૧૪૪ ઓળખપત્રો અને અન્ય સાધનો મળ્યા હતા.એક બાતમીદારે સત્તાવાળાઓને કહ્યું હતું કે આ  જગ્યાએ સેંકડો મૃત્યુદેહને કફનાવવામાં આવ્યા હતા.સત્તાવાળાઓએ ડ્રોન અને જમીનમાં ધુસી શકે તેવા રાડારનો ઉપયોગ કર્યો હતો.