Home » Top News » ફેસબૂક વાપરવામાં જોખમઃ 12 કરોડ એકાઉન્ટ હેક કરાયા, માત્ર છ રૂપિયામાં ડેટા ચોરાયો

News timeline

Bollywood
7 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
9 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
11 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
13 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
16 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

ફેસબૂક વાપરવામાં જોખમઃ 12 કરોડ એકાઉન્ટ હેક કરાયા, માત્ર છ રૂપિયામાં ડેટા ચોરાયો

નવી દિલ્હી : વિશ્વભરમાં ફેસબૂકના આશરે ૧૨ કરોડ યુઝર્સના એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે. હેકરોએ તેમાંથી પૈસા કમાવવા આશરે ૮૧ હજાર યુઝર્સના એકાઉન્ટના પર્સનલ મેસેજ પણ વેચી દીધા હોવાના પણ અહેવાલ છે.

આ હેકરો  અમેરિકા સહિત રશિયા, યુકે, યુક્રેન અને બ્રાઝિલ સહિત અન્ય દેશોમાંથી પણ આ ઓપરેશન પાર પાડયું છે. હેકરોએ અનેક ફેસબૂક એકાઉન્ટ ડેટા ભૂખી કંપનીઓને ફક્ત દસ સેન્ટ (આશરે રૃ. ૬.૫૦)માં વેચી માર્યા છે.

ફેસબૂકને સૌથી પહેલાં સપ્ટેમ્બરમાં માહિતી મળી હતી કે, હેકરોનું કોઈ જૂથ યુઝર્સના પર્સનલ ચેટમાંથી કમાણી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ફેસબૂક યુઝર્સના એકાઉન્ટમાં ભેલાણ કરવા હેકરોએ અનામી બ્રાઉઝર એક્સટેન્શનનો ઉપયોગ કર્યો હતો. ફેસબૂકના વાઈસ પ્રેસિડેન્ટ (પ્રોડક્ટ મેનેજમેન્ટ) ગાય રોઝે જણાવ્યું હતું કે,અમે બ્રાઉઝર મેકરનો સંપર્ક કરીને તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ હેકરોએ બનાવેલો એ કોડ હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ નથી. જે કંપની ફેસબૂક યુઝર્સનો ડેટા વેચી રહી છે તે સેંટ પીટ્સબર્ગમાં હોવાનું પણ કહેવાયું છે.

હેકરો આ પ્રકારનો ડેટા એવી કંપનીઓને વેચે છે, જે પર્સનલ ચેટનું એનાલિસીસ કરીને ઓનલાઈન યુઝર્સ સમક્ષ જાહેરખબરો કરતી હોય છે. આ પ્રકારની કંપનીઓ હોટેલ, ટ્રાવેલ, ફેશન કે સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રોમાં કાર્યરત હોય છે. એફબી સેલર નામના યુઝરે સપ્ટેમ્બરમાં એક અંગ્રેજી ઈન્ટરનેટ ફોરમ પર ડેટા સેલની જાહેરખબર આપી હતી.

આ એડમાં એક એકાઉન્ટનો ભાવ રૃ. દસ હજાર દર્શાવાયો હતો, પરંતુ બાદમાં તે પણ હટાવી લેવામાં આવી હતી. આ મુદ્દે ફેસબૂકે કહ્યું હતું કે, અમે યુઝર્સની સુરક્ષા સાથે કોઈ સમાધાન કર્યું નથી. આ ઉપરાંત ફેસબૂકનો કોઈ એન્જિનિયર પણ હેકરોને ડેટા પહોંચાડવામાં સામેલ નથી.

હેકરોએ રશિયન અને યુક્રેનના યુઝર્સના પર્સનલ ડેટાનો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે. એવું પણ કહેવાય છે કે, હેકરોએ ૧.૭૬ લાખ યુઝર્સના ફેસબૂક પર જાહેર કરેલા ફોન નંબર અને ઈ-મેઈલ આઈડી પણ ભેગા કરી લીધા છે, જે ડેટાના આધારે નીતિઓ નક્કી કરીને આગળ વધતી કંપનીઓને વેચવામાં આવી શકે  છે.

નોંધનીય છે કે, હાલમાં જ બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકા કંપની પર ફેસબૂકના પાંચ કરોડ યુઝર્સનો ડેટા ચોરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં ફેસબૂકના વડા માર્ક ઝકરબર્ગ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે ફરી એકવાર ફેસબૂકની સુરક્ષામાં  છીંડા બહાર આવતા હજારો અમેરિકન યુઝર્સ ફેસબૂક એકાઉન્ટ ડિલીટ કરી રહ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

વાર