Home » World » સિલિકોન વેલીમાં એચ -૧બી વિઝા કૌભાંડ : ભારતીય CEOની ધરપકડ

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
15 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
15 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
15 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
15 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

સિલિકોન વેલીમાં એચ -૧બી વિઝા કૌભાંડ : ભારતીય CEOની ધરપકડ

ન્યૂયોર્ક : એચ -૧બી વિઝા કૌભાંડ કેસમાં કેલિફોર્નિયામાં ભારતીય મુળની ૪૬ વર્ષની વ્યક્તિની ધરપકડ થઈ છે. શુક્રવારે સવારે કિશોરકુમાર કવુરૂની ધરપકડ કરીને તેમને અમેરિકી મેજીસ્ટ્રેટ સમક્ષ પેશ કરવામાં આવતાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

કિશોરકુમાર કવુરૂની વિઝા કૌભાંડ તેમ જ મેલ કૌભાંડ  બદલ ધરપકડ કરવામાં આવી હતી. આરોપો પુરવાર થશે તો વિઝા કૌભાંડ બદલ ૧૦ વર્ષની કેદ અને અને દોષિત ઠર્યાના પ્રત્યેક કાઉન્ટદીઠ અઢી લાખ ડોલરનો દંડ ભરવો પડશે. તેમ જ મેલ કૌભાંડ બદલ પ્રત્યેક કાઉન્ટ દીઠ વીસ વર્ષની સજા કાપવી પડશે.

કિશોરકુમાર કવુરૂ વર્ષ ૨૦૦૭થી ચાર કન્સલ્ટિંગ કંપનીઓની માલિકી અને ચીફ એક્ઝિક્યુટિવ પદ સંભાળે છે. તેમણે લેબર અને હોમલેન્ડ સિક્યોરિટીમાં બોગસ વર્ક પ્રોજેક્ટના બનાવટી દસ્તાવેજ રજૂ કર્યાના આક્ષેપ છે. કવુરૂ આવા બોગસ પ્રોજેક્ટ માટે કામ કરવા તૈયાર હોય તેવા અને રોજગારી ના ધરાવતા એચ – ૧બી વિઝા ધારકની  લાંબી યાદી ધરાવતા હતા.

આ કેસમાં અમેરિકી વિઝા  મેળવવા ઇચ્છતા કામદારે કવુરૂ તેની વિઝા અરજી  પ્રોસેસ કરે તે પહેલાં જ તેને હજારો ડોલર ચુકવવા પડતા હતા. હકીકતે એચ -૧બી વિઝાની લાભાર્થી કંપનીમાં સોફ્ટવેર ઈજનેર પદનું કોઈ સ્થાન ખાલી ના હોય તો પણ કવુરૂ એચ – ૧બી વિઝા માટે અરજી દાખલ કરી દેતા હતા.