Home » World » અમેરિકા ટૂંક જ સમયમાં ઈરાન પર અત્યંત કડક આર્થિક પ્રતિબંધો મૂકશે : ટ્રમ્પ

News timeline

Ahmedabad
1 hour ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
5 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
22 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
23 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

અમેરિકા ટૂંક જ સમયમાં ઈરાન પર અત્યંત કડક આર્થિક પ્રતિબંધો મૂકશે : ટ્રમ્પ

વૉશિંગ્ટન :  અમેરિકાએ ફરી એકવાર સંકેત આપ્યો છે કે, પાંચમી નવેમ્બર સુધીમાં ઈરાન સામે અગાઉ ક્યારેય ના લીધા હોય એટલા કડક પગલાં લેવામાં આવશે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતા ઈરાન પર આર્થિક પ્રતિબંધો અંગેના પ્રશ્નોનો જવાબ આપ્યો હતો.

ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન એક જુદા પ્રકારનો દેશ છે. ઈરાન ન્યુક્લિયર ડીલ સૌથી વિચિત્ર પ્રકારનો સોદો હતો અને એટલે જ અમે તેને રદ કર્યો હતો. હવે અમે ઈરાન સામે ખૂબ જ ગંભીર અને મોટા પાયે આર્થિક પ્રતિબંધો લાદીશું. જોકે, ઈરાને આ ધમકીને ફગાવી દેતા કહ્યું હતું કે, અમારો ન્યુક્લિયર પ્રોગ્રામ ચાલુ જ રહેશે એ વાતમાં કોઈ શંકા નથી કારણ કે, આ પ્રોગ્રામ ઈરાનની સુરક્ષા અને શાંતિ માટે છે, નહીં કે કોઈ દેશ પર હુમલો કરવા.

અમેરિકા અને ઈરાને ૨૦૧૫માં પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળમાં ઐતિહાસિક કહી શકાય એવો કરાર કર્યો હતો. જોઇન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન નામના આ સોદા હેઠળ ઈરાને યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ખાતરી આપી હતી કે, ઈરાન પર આર્થિક પ્રતિબંધો હળવા કરવામાં આવશે તો તેઓ ન્યુક્લિયર પ્રોગ્રામ અટકાવી દેશે. ટ્રમ્પે હતું કે, અમેરિકા આયાતોલ્લાહ સહિતના ઈરાનના નેતાઓનું વર્તન બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી અમરેકિન લોકોને સુરક્ષિત રાખી શકાય.

આ દરમિયાન ટ્રમ્પે અત્યંત લોકપ્રિય સિરીઝ ‘ગેમ ઓફ થ્રોન્સ’ સ્ટાઈલની એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તેમણે પોતાને જ હીરો દર્શાવ્યા હતા. આ તસવીરને તેમણે ‘સેન્ક્શન્સ આર કમિંગ’ ટાઈટલ આપ્યું હતું, જે એચબીઓની જાણીતી ઝોમ્બી સિરીઝની ટેગ લાઈન ‘વિન્ટર ઈઝ કમિંગ’ પરથી પ્રેરિત છે.