Home » Headline News » આજથી ઈરાન પર USના આકરા આર્થિક પ્રતિબંધ

News timeline

Bollywood
7 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
9 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
11 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
13 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
16 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

આજથી ઈરાન પર USના આકરા આર્થિક પ્રતિબંધ

વોશિંગ્ટન :  અમેરિકાએ ઈરાન પર લાદેલા આર્થિક પ્રતિબંધોનો રવિવાર મધરાતથી પ્રારંભ થશે. અમેરિકાએ ધમકી ઉચ્ચારી છે કે, ઈરાન પરના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનાર દેશને અમેરિકી સરકારની આકરી નારાજગીનો સામનો કરવો પડશે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, પાંચમી નવેમ્બરથી લાગુ થતા આર્થિક પ્રતિબંધોથી ઈરાનને આકરો ફટકો પડશે. અમેરિકાએ ઈરાનની ભ્રષ્ટ સરકાર સામે અત્યાર સુધીનાં સૌથી આકરાં પગલાં લીધાં છે.

આ અત્યંત ગંભીર પ્રતિબંધો છે. આકરા પ્રતિબંધોને કારણે ઈરાનીઓ વિચલિત થઈ જશે. અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિઓએ જણાવ્યું હતું કે, પાંચમી નવેમ્બરથી અમેરિકા ન કેવળ ઈરાન સાથેની પરમાણુ સંધિ પહેલાના આર્થિક પ્રતિબંધો લાદી રહ્યો છે પરંતુ સેંકડો નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. અમે ઈરાનમાંથી એક પણ બેરલ ક્રૂડની નિકાસ થવા દઈશું નહીં.

ઈરાન પ્રતિબંધ : પાંચ જાણવા જેવી બાબત

૧. ઈરાનનાં ક્રૂડઉત્પાદન, શિપિંગ, ફાઇનાન્શિયલ સેક્ટર, વીમા કંપનીઓ, બેન્કિંગ પર અસર.

2. ક્રૂડની ખરીદી પર જ પ્રતિબંધ લાદી અમેરિકાએ દેશની આવકનો મોટો હિસ્સો સ્થગિત કરી દીધો.

૩. અમેરિકા ઈરાનનું નાક દબાવી નવેસરથી પોતાની શરતો પર પરમાણુ સંધિ કરવા દબાણ કરી રહ્યો છે.

૪. ડોલર સામે ઈરાનનો રિયાલ કંગાળ, નવા પ્રતિબંધોથી ઈરાનમાં મોટી આર્થિક કટોકટીનાં એંધાણ.

૫. ઈરાન યુરોપમાં આતંકી હુમલાઓને સમર્થનના અહેવાલો બાદ યુરોપના દેશોનું સમર્થન મુશ્કેલ.

અમેરિકાએ ભારતને ઈરાન પાસેથી ક્રૂડની ખરીદી કરવા ૧૮૦ દિવસની છૂટ આપી છે. ભારત સરકાર ઈરાનને ભારત સ્થિત બેન્ક દ્વારા રૂપિયામાં જ ચુકવણી કરશે. અગાઉ પણ ભારતે ઈરાનને યુકો બેન્ક દ્વારા નાણાંની ચૂકવણી કરી હતી.

યુકો બેન્ક આંતરરાષ્ટ્રીય સ્તરે કામ ન કરતી હોવાથી તેના પર અમેરિકાના પ્રતિબંધો લાગુ થતા નથી.

ઈરાનના સુપ્રીમો આયાતોલ્લાહઅલી ખામેનીએ જણાવ્યું હતું કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો સમગ્ર વિશ્વમાંથી વિરોધ થઈ રહ્યો છે.