Home » World » ખશોગી કેસ મામલે મોટો ખુલાસો, 5 સૂટકેસોમાં ભરીને બહાર લઇ જવામાં આવ્યા મૃતદેહના ટુકડા

News timeline

Ahmedabad
1 hour ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
5 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
22 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
23 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

ખશોગી કેસ મામલે મોટો ખુલાસો, 5 સૂટકેસોમાં ભરીને બહાર લઇ જવામાં આવ્યા મૃતદેહના ટુકડા

વોશિંગ્ટન : વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગી મુદ્દે મોટો ખુલાસો થયો છે. આજે ખશોગીની હત્યાની વાત કબૂલ્યા બાદ સાઉદી અરબ હજુ સુધી તેમના મૃતદેહ અંગે કોઈ જ જાણકારી આપી શક્યા નથી. ગુપ્ત એજન્સીના અધિકારી પણ ખશોગીના મોતને લઈને કોઈ પૂરતાં પુરાવા પ્રાપ્ત નથી કરી શક્યા. જો કે આ વચ્ચે તુર્કીના એક સરકારી અખબારના રિપોર્ટમાં દાવો કર્યો છે કે સાઉદી દૂતાવાસમાં ખશોગીની હત્યા પછી હત્યારાઓએ તેમના શબના ટૂકડા 5 સૂટકેસમાં ભરીને દૂતાવાસની બહાર પહોંચાડ્યા હતા.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ સૂટકેસોને ઘણા સમય માટે દૂતાવાસ પાસે આવેલા રાજદૂતના ઘરમાં રાખવામાં આવ્યા હતા. તૂર્કી સરકારના અધિકારીઓએ અખબારને જણાવ્યું કે, આ આખા ઘટનાક્રમને અંજામ આપવામાં 15 હત્યારોમાં માહેર મુતરેબ, સલાહ તુબેઇગી અને થાર અલ-હર્બી મુખ્ય હતા.

તેમાં મુતરેબ મોહમ્મદ બિન સલમાન ખુબ નજીકનો છે. તુબેઇગી સઉદી અરબના ફોરેન્સિક સાઇન્સ કાઉન્સિલના પ્રમુખ અને સેનાના કર્નલ છે. અલ હર્બીને ગત વર્ષ જેહાદી હુમલાથી રાજમહેલની સુરક્ષા કરવા માટે લેફ્ટિનેંટ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેના પહેલા તૂર્કીના એક વરિષ્ઠ અધિકારી યાસિન આકતાયે આશંકા સેવી હતી કે, ખશોગીના મૃતદેહના ટૂકડા કરી તેને એસિડમાં નાખી દેવામાં આવ્યા હતા. આકતાયનું કહેવું છે કે, હત્યારાઓએ આવું એટલા માટે કર્યું જેથી ખશોગી સાથે જોડાયેલા કોઇ પણ સુરાગ બાકી ન રહી જાય. જો કે, ફોરેન્સિક ટીમોને અત્યાર સુધી તપાસમાં એવા કોઇ પુરાવા મળી શક્યા નથી, જેનાથી એવું કહી શકાય કે ખશોગીના મૃતદેહના ટૂકડાને એસિડમાં નાખવામાં આવ્યા છે.

આ તમામ ઘટનાઓની વચ્ચે ખશોગીના પુત્રો સાલાહ અને અબ્દુલ્લા ખશોગીએ અપીલ કરી હતી કે, તેમના પિતાનો મૃતદેહ તેમણે આપી દેવામાં આવે, જેથી તેઓ તેમણે સઉદી અરબમાં દફનાવી શકે. અમેરિકી મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમનું કહેવું છે કે, મૃતદેહ વગર તેમનો પરિવાર સતત સંવેદનાઓના બોઝમાં છે. આ મામલામાં બન્ને દીકરાઓએ સઉદી અધિકારીઓના સંપર્કમાં હોવાની પણ વાત કહી છે.

એક અગ્રણી અંગ્રેજી અખબારના પત્રકાર જમાલ ખશોગી 2 ઓક્ટોબરે ઈસ્તાંબુલ સ્થિત સઉદી દૂતાવાસમાં પોતાના લગ્ન સાથે જોડાયેલા પુરાવા લેવા ગયા હતા, પરંતુ તેઓ પાછા ફર્યા નહોતા. જો કે, આગામી થોડાક દિવસ સુધી તેમની તપાસ થયા બાદ સઉદીએ કબૂલ કર્યું હતું કે ખશોગીની હત્યારાઓની એક ટીમે દૂતાવાસની અંદર જ તેમને મારી નાખ્યા હતા.