વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ભારતીય-અમેરિકી સમુદાયના લોકો સાથે દીવાળી મનાવી. આ પ્રસંગે તેમણે ભારત અને અમેરિકાના સારા બની રહેલા સંબંધોની ભારે પ્રશંસા કરી. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા.
વ્હાઇટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં દીપ પ્રગટાવતા પહેલા ટ્રમ્પે મહેમાનોને સંબોધિત કર્યાં. ઉલ્લેખનીય છે કે સતત બીજા વર્ષે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દીવાળી ઉજવી છે. તેમણે કહ્યું કે અમે ભારત સાથે વધારે સારી વેપારી સમજૂતિઓ કરવા માટે પ્રયાસરત છીએ. આ પ્રસંગે તેમણે એવી ટકોર કરી કે ભારતીયો ભાવતાલ કરવામાં લાજવાબ છે.
PM મોદી સાથે પોતાની મિત્રતાના ઉલ્લેખ ઉપરાંત ટ્રમ્પે તેમની પુત્રી ઇવાન્કાના ભારતપ્રવાસનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે ભારત અને ભારતના લોકો માટે મારા મનમાં ખૂબ સન્માનની લાગણી છે.
We are Social