Home » Top News » ફ્રાન્સમાં દાયકાનાં સૌથી હિંસક તોફાનો, કટોકટી લાદવા કવાયત

News timeline

Cricket
17 mins ago

ડોન બ્રેડમેન બાદ કોહલીની સૌથી ઝડપથી ૨૫ સદીઓ

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
6 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
7 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
7 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
8 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

ફ્રાન્સમાં દાયકાનાં સૌથી હિંસક તોફાનો, કટોકટી લાદવા કવાયત

પેરિસ : ફ્રાન્સમાં ઈંધણોમાં ભાવવધારાના વિરોધમાં છેલ્લા દાયકાનાં સૌથી હિંસક તોફાનો ફાટી નીકળ્યાં છે, જેને પગલે ફ્રાન્સની સરકાર દેશમાં કટોકટી લાદવા વિચારણા કરી રહી છે. યલો વેસ્ટ રાયોટ્સનાં નામે જાણીતાં બનેલાં આ તોફાનોમાં ૨૦ પોલીસકર્મચારી સહિત ૧૩૩ લોકોને ઈજા પહોંચી છે અને ૪૧૨ લોકોની ધરપકડ કરાઈ છે. છેલ્લાં ૩ સપ્તાહથી ફ્રાન્સમાં મેક્રોનની સરકાર સામે ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. શનિવારે સવારથી જ પેરિસમાં આર્ક દ ટ્રાયમ્ફ ખાતે એકઠાં થયેલાં માસ્ક પહેરેલાં યલો વેસ્ટ કાર્યકરોએ હિંસાનો પ્રારંભ કર્યો હતો. હિંસાને કાબૂમાં લેવા હજારો પોલીસકર્મચારીઓ તહેનાત કરાયા હતા છતાં મોડી રાત સુધી તોફાનો જારી રહ્યાં હતાં.

તોફાનીઓએ પેરિસની સડકો પર સંખ્યાબંધ વાહનોને આગ ચાંપી દીધી હતી. હાથમાં સળિયા અને કુહાડીઓ સાથે ફરી રહેલાં ટોળાંઓએ ઇમારતોના કાચ તોડી નાખ્યા હતા. મોટા સ્ટોર્સમાં લૂંટફાટ ચલાવી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. શનિવાર બપોર સુધીમાં પોલીસ દ્વારા સમગ્ર પેરિસની કિલ્લેબંધી કરી દેવાઈ હતી. પેરિસનાં ૨૦ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયાં હતાં. પરાં વિસ્તારોની દુકાનો અને સ્ટોર્સને પણ બંધ કરાવી દેવાયાં હતાં.

ફ્રાન્સના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, શનિવારે સમગ્ર દેશમાં ૭૫,૦૦૦ જેટલા દેખાવકાર સડકો પર ઊતરી આવ્યા હતા. પેરિસમાં ૫.૫૦૦ જેટલા તોફાનીઓએ ભારે હિંસા આચરી હતી, જેને કારણે શહેરમાં વ્યાપક નુકસાન થયું હતું. આ અગાઉ શનિવારે સેંકડો લોકોએ પેરિસમાં એક માર્ચ કાઢી હતી અને મેક્રોને અપીલ કરી હતી કે અમને મૂર્ખ ગણવાનું બંધ કરી દો. શહેરોમાં ફાટી નીકળેલી હિંસાને જોતાં ફ્રાન્સ સરકાર દેશમાં કટોકટી લાદવા વિચારણા કરી રહી છે. આ માટે રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોને રવિવારે તાકીદની બેઠક બોલાવી હતી. સરકારના પ્રવક્તા બેન્જામિન ગ્રિવિક્સે જણાવ્યું હતું કે, હિંસાને ડામવા અમારે પગલાં લેવાં પડશે.